‘આ ત્રણ જગ્યાએ થશે બોમ્બ બ્લાસ્ટ’: મુંબઈ પોલીસ હેલ્પલાઈન પર આવ્યો ધમકીભર્યો ફોન

19 October, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધમકીભર્યો ફોન આવ્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે

પ્રતીકાત્મક તસવીર

પોલીસ હેલ્પલાઈન નંબર (Mumbai Police Helpline) 112ને અંધેરી અને જુહુ સહિત મુંબઈમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આ કોલ કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ ધમકીભર્યા કોલ બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુંબઈ પોલીસ (Mumbai Police)ની હેલ્પલાઈન પર કોલ કરનારે દાવો કર્યો છે કે મુંબઈના અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર મોલ અને સહારા હોટેલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે.

ધમકીભર્યો ફોન આવ્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. CICF અને BDDS સાથે સહારા એરપોર્ટ પોલીસ, જુહુ, અંબોલી અને બાંગુર નગર પોલીસ સ્ટેશનની ટીમોએ તપાસ શરૂ કરી છે. પોલીસે ત્રણેય જગ્યાએ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિસ્ફોટક અને શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. પોલીસ હજુ આ અંગે તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે 10:30 વાગ્યે મુંબઈ પોલીસની હેલ્પલાઈન 112 પર કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસ ફોન કરનારાઓને શોધી રહી છે. ફોન કરનાર વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

મંગળવારે રાત્રે 10:30 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર ફોન કર્યો અને કહ્યું કે મુંબઈમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થશે. કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું હતું કે મુંબઈના અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર મોલ અને એરપોર્ટ પર સહારા હોટેલમાં બોમ્બ બ્લાસ્ટ થશે. આ ત્રણેય સ્થળોએ ભારે ભીડ હોય છે. તહેવારોના દિવસો હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળે છે.

મુંબઈ પોલીસે CICF અને BDDS સાથે મળીને ત્રણેય સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જો કે, તે સ્થળેથી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. પોલીસ તપાસ હજુ ચાલુ છે. હવે પોલીસને કોણે ફોન કર્યો અને આ ફોન ક્યાંથી આવ્યો? તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઠાકરે પરિવારની મિલકત સામે હાઈકોર્ટમાં પિટિશન, સંપત્તિ બિનહિસાબી હોવાનો આરોપ

mumbai mumbai news mumbai police