BMCને કબૂતરોને નિયંત્રિત સમય માટે ચણ નાખવાના મુદ્દે મળ્યા ૩૦૦ પ્રતિસાદ

01 September, 2025 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા સપ્તાહે સમીક્ષા કરીને સમિતિને રિપોર્ટ સુપરત કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

કબૂતરને ચણ નાખવાના મુદ્દે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. આ અંગે BMCને ૩૦૦ જેટલાં સૂચનો અને વાંધા દર્શાવતા પ્રતિસાદ મળ્યા છે. આવતા અઠવાડિયે BMC આ પ્રતિસાદની ચકાસણી કરશે. ત્યાર બાદ આ વિષય પર નિર્ણય લેવા માટે બનાવેલી સમિતિને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

કબૂતરને નિયંત્રિત સમયે ચણ નાખવા અંગે નિર્ણય લેતાં પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે BMCને લોકો પાસેથી મત લેવાનું સૂચન આપ્યું હતું. તેથી BMCએ કબૂતરોને ચોક્કસ સ્થળે નિશ્ચિત સમયે દાણા નાખવાના પ્રસ્તાવ પર વાંધો હોય અથવા આ મુદ્દે કોઈ સૂચન હોય તો ૧૮ ઑગસ્ટથી ૨૯ ઑગસ્ટ સુધીમાં જણાવવાનું કહ્યું હતું. અગાઉ નિયંત્રિત પ્રમાણમાં ચણ નાખવા અંગે BMCને ત્રણ અરજીઓ મળી હતી. એ અરજીઓને ધ્યાનમાં લઈને સૂચનો આપવાની સલાહ BMCએ આપી હતી.

brihanmumbai municipal corporation dadar news bombay high court mumbai high court environment mumbai mumbai news wildlife