મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબીત કરીશું: ભાજપ

25 November, 2019 10:45 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબીત કરીશું: ભાજપ

પીયુષ ગોયલ અને દેવેન્દ્ર ફડણવીસ

સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ-NCP અને શિવસેનાની સંયુક્ત અરજી પર સુનાવણી બાદ BJP સક્રિય થઈ છે. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીયપ્રધાન પીયુષ ગોયલ ભાજપના ધારાસભ્યોને સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ અને ભાજપના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. ભાજપ નેતા આશીષ શેલ્લારે કહ્યું કે મહારાષ્ટ્રમાંઅમે બહુમત સાબિત કરીશું અને સત્તા પર રહીશું.

ફડણવીસે CM ના શપથ લીધા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
મહત્વનું છે કે
, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કયાં પક્ષની સરકાર હશે અને કયા પક્ષનું કોની સાથે ગઠબંધન કરશે તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શનિવારે ભાજપના નેતા ફડણવીસે CMના શપથ લેતાં મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલાયાં છે. જેને લઈ અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ફડણવીસે
CM ના શપથ લીધા બાદ ત્રણયે પક્ષોએ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી
દેવેન્દ્ર ફડણવીસના CM બન્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકિય માહોલમાં ઉથલપાથલ પેદા થઈ છે. જેને પગલે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ત્યાર બાદથી ભાજપ પણ સક્રિય થઈ ગયું છે. આ જ બાબતને લઈને મહારાષ્ટ્ર CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ ભાજપના ધારાસભ્યોને મળવા માટે મુંબઇ સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. આ બેઠકમાં આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા અને CM દેવેન્દ્ર ફડણવીસ પ્રતિ સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું અને તે જ સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો કે, ફ્લોર ટેસ્ટમાં ભાજપ બહુમત સાબિત કરશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

શિવસેનાએ ગઠબંધન તોડીને મહાપાપ કર્યું
છે : ભાજપ
બેઠક બાદ ભાજપના નેતા આશીષ શેલ્લારે કહ્યું કે, ધારાસભ્યો સાથે બેસીને ફ્લોર ટેસ્ટના સંદર્ભે રણનીતિ નક્કિ કરાઈ છે. ઉપરાંત તેમણે એ પણ દાવો કર્યો કે, ભાજપ બહુમત મેળશે.ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, શિવસેના-ભાજપને મહારાષ્ટ્ર ચૂંટણીમાં બહુમતી મળી હતી પરંતુ શિવસેનાએ ગઠબંધન તોડીને મહાપાપ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, શિવસેનાએ બાલાસાહેબ ઠાકરેના આદર્શોનો ત્યાગ કર્યો છે.

mumbai news maharashtra bharatiya janata party piyush goyal devendra fadnavis