આવી રીતે નહીં થાય અયોધ્યા વિવાદનું નિવારણ, વટહુકમ લાવો

10 March, 2019 11:53 AM IST  | 

આવી રીતે નહીં થાય અયોધ્યા વિવાદનું નિવારણ, વટહુકમ લાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે

રામજન્મભૂમિ એક લાગણીનો મુદ્દો છે અને એનું નિરાકરણ સમજૂતીથી થઈ શકે એમ નથી એમ જણાવીને શિવસેનાએ કેન્દ્ર સરકારને વટહુકમ બહાર પાડીને રામમંદિરનું નિર્માણ શરૂ કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ ર્કોટે‍ નિયુક્ત કરેલા ત્રણ લવાદ વિશે પ્રતિક્રિયા આપતાં શિવસેનાના મુખપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દેશના રાજકારણીઓ, સત્તાધારીઓ અને સુપ્રીમ ર્કોટ આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં અત્યાર સુધી નિષ્ફળ ગયાં છે એ મુદ્દે ર્કોટે‍ નિયુક્ત કરેલા ત્રણ લવાદ શું કરી શકવાના છે?’

દાયકાઓ જૂના રામજન્મભૂમિના સંવેદનશીલ મુદ્દે સમજૂતીથી રસ્તો કાઢવા માટે સુપ્રીમ ર્કોટે ત્રણ સભ્યોની લવાદ સમિતિ નિયુક્ત કરી છે.

શિવસેનાએ કહ્યું હતું કે ‘સુપ્રીમ ર્કોટે‍ રામજન્મભૂમિના મુદ્દે નિર્ણયય આપવાનું મોકૂફ રાખ્યું હોવાથી હવે લોકસભાની ચૂંટણી બાદ જ નર્ણિય આવી શકશે. જો સમજૂતીથી આ વિવાદનું નિરાકરણ થઈ શકતું હતું તો પછી પચીસ વર્ષથી આ વિવાદને લટકતો કેમ રાખ્યો હતો અને સેંકડો લોકોએ પોતાના જીવ કેમ આપ્યા? આટલાં વર્ષો સુધી જો આ મુદ્દે પક્ષકારો સમજૂતી કરવા તૈયાર જ નથી તો પછી સુપ્રીમ ર્કોટ કેમ હવે આવું કરવાનો પ્રયાસ કરી રહી છે? અયોધ્યા ફક્ત જમીનવિવાદનો મુદ્દો નથી. એની સાથે ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. આવા સંવેદનશીલ મુદ્દાઓમાં લવાદની પ્રક્રિયા કામ કરતી નથી એના અનેક અનુભવો થઈ ચૂક્યા છે.’

આ પણ વાંચોઃ '56' દિવસમાં લાવો નિર્ણયઃ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો આદેશ

સેંકડો કારસેવકોનાં મૃત્યુને ભૂલી શકાય નહીં એમ કહેતાં શિવસેનાએ ઉમેર્યું હતું કે ‘વિવાદ ફક્ત ૧૫૦૦ ચોરસફુટ જમીનના ટુકડાનો છે. બાકીના ૬૩ એકરનો કોઈ વિવાદ નથી. લોકોની અત્યારે એવી લાગણી છે કે કેન્દ્ર સરકારે આ મુદ્દે વટહુકમ કાઢવો જોઈએ અને અયોધ્યામાં રામમંદિરના નર્મિાણનું કામ શરૂ કરી દેવું જોઈએ. અયોધ્યામાં પણ અમે આ જ વાત કરી હતી. જે રીતે કાશ્મીર ભારતની રાષ્ટ્રીય ઓળખ અને ગર્વનો મુદ્દો છે એવી જ રીતે હિન્દુઓ માટે રામમંદિરનો મુદ્દો છે. હિન્દુસ્તાનમાં રામ વનવાસમાં છે. તેમના પોતાના ૧૫૦૦ ચોરસફુટના ટુકડા માટે ભગવાન રામે લવાદ સાથે વાત કરવી પડશે. ભગવાન પણ કાનૂની લડતમાંથી બચી શક્યા નથી. આને માટે કોણ જવાબદાર છે?’

Election 2019 ram mandir ayodhya shiv sena uddhav thackeray