અનંત અંબાણી સાથે સાદા કપડામાં જોવા મળી રાધિકા મર્ચન્ટ

18 April, 2019 06:34 PM IST  | 

અનંત અંબાણી સાથે સાદા કપડામાં જોવા મળી રાધિકા મર્ચન્ટ

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન હાલમાં જ 9 માર્ચે થયા છે. આકાશે તેમની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આકાશ અંબાણીની બહેન ઈશા અંબાણીના લગ્ન ગયા વર્ષના અંતમાં થયા હતા. અંબાણી પરિવારમાં હવે અનંત અંબાણી જ બાકી છે જે લગ્નસંબંધમાં જોડાવા બાકી છે. જો કે એક ખાસ ચહેરો છે જે અનંત અંબાણી સાથે અવાર-નવાર સાથે જોવા મળે છે તે એટલે રાધિકા મર્ચન્ટ. હાલમાં જ રાધિકા સાદા કપડાઓમાં અનંત અંબાણી સાથે જોવા મળી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાદા કપડાઓમાં જોવા મળ્યા હતા જેમા અનંત અંબાણી વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા હતા જ્યારે રાધિકા એક સાદા ડ્રેસમાં જોવા મળી હતી. રાધિકા-અનંત બન્ને એકસાથે એક સ્ટોરના લોન્ચ માટે પહોંચ્યા હતાં. અનંતઅ અંબાણી અને રાધિકા મર્ચન્ટ બન્નેનો વીડિયો પણ વાયરલ થયો છે. રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટની દિકરી છે.

 

આ પણ વાંચો: સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ

 

માનવામાં આવી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ બની શકે છે. રાધિકા અને અનંત અંબાણી પણ બાળપણના મિત્રો છે અને અવારનવાર એકબીજા સાથે જોવા મળતા હોય છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્નમાં પણ રાધિકાએ બધા જ પ્રસંગોમાં હાજરી આપી હતી.

mukesh ambani