Akshay Kumar: અભિનેતાએ મુંબઈમાં ખરીદ્યું નવું ઘર

24 January, 2022 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમાર (Akshay Kumar)નો આ ફ્લેટ ખાર વેસ્ટની જૉય લેજેન્ડ બિલ્ડિંગમાં 19મા માળે છે. અક્ષય કુમારના આ ફ્લેટની સાથે ચાર ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) તાજેતરમાં જ પોતાની ફેમિલી સાથે રણથંભોર ટ્રિપ પર ગયો હતો. તે ત્યાંથી પોતાના ચાહકો માટે સતત ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા હતા. હવે માહિતી મળી રહી છે કે અક્ષય કુમારે મુંબઈમાં એક લગ્ઝરી ફ્લેટ (Akshay Kumar New Apartment) ખરીદ્યું છે. હાલ તે પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો સાથે મુંભઈના જૂહુ વિસ્તારમાં સી-ફેસિંગ ડુપ્લેક્સમાં રહે છે.

લેટેસ્ટ રિપૉર્ટ મુજબ, એક્ટરે જે ફ્લેટ ખરીદ્યું છે તેની કિંમત કરોડોમાં છે. આ ફ્લેટ ખાસ વેસ્ટની જૉય લેજેન્ડ બિલ્ડિંગમાં 19મા માળે છે. આ ફ્લેટની સાથે તેમને ચાર ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ મળી છે. મની કન્ટ્રોલે પોતાના એક રિપૉર્ટમાં જણાવ્યું છે કે અક્ષય કુમારે જૉય બિલ્ડર્સ પાસેથી આ પ્રૉપર્ટી 7 જાન્યુઆરીના રોજ ખરીદી હતી.

ફૉર્બ્સ મુજબ, અક્ષય કુમારની 2020માં નેટ વર્થ 48.5 મિલિયન યૂએસડી એટલે કે લગભગ 356 કરોડ હતી. તો `Celebritynetworth` પ્રમાણે, ટ્વિંકલ ખન્ના લગભગ 274 કરોડની સંપત્તિની માલકિન છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અક્ષય કુમારે પોતાની ફિલ્મ `બચ્ચન પાંડે`ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 18 માર્ચ, 2022ના રિલીઝ થશે. અક્ષય કુમાર આ ફિલ્મ સિવાય `રામ સેતુ`, `પૃથ્વીરાજ`, `રક્ષાબંધન`, `સેલ્ફી`, `ગોરકા` અને `સિંડ્રેલા` ફિલ્મોમાં જોવા મળશે. તે છેલ્લે ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ `અતરંગી રે`માં સારા અલી ખાન અને ધનુષમાં જોવા મળશે.

akshay kumar Mumbai mumbai news bollywood news bollywood gossips bollywood entertainment news