"મુસ્લિમ તહેવારોમાં હિંદૂ સામેલ થાય છે", ગરબા વિવાદ અંગે અજિત પવાર જૂથનું નિવેદન

22 September, 2025 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Garba in Mumbai: નવરાત્રીમાં થતાં ગરબા કાર્યક્રમોને લઈને વિશ્વ હિંદૂ પરિષદે કહ્યું હતું કે ફક્ત હિંદુઓને જ પંડાલમાં એન્ટ્રી મળવી જોઈએ.

અજિત પવાર (ફાઈલ તસવીર)

Garba in Mumbai: નવરાત્રીમાં થતાં ગરબા કાર્યક્રમોને લઈને વિશ્વ હિંદૂ પરિષદે કહ્યું હતું કે ફક્ત હિંદુઓને જ પંડાલમાં એન્ટ્રી મળવી જોઈએ.

ગરબા વિવાદ વચ્ચે અજિત પવાર જૂથે મોટું નિવેદન આપ્યું છે. એનસીપીના પૂર્વ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ પરાંજપેએ કહ્યું કે ધર્મના નામે કોઈને પણ હેરાન કરવા યોગ્ય નથી. એવા અનેક મુસ્લિમોના તહેવારો હોય છે જેમાં હિંદૂ સામેલ થાય છે અને ત્યારે કોઈપણ હિંદૂને પોતાના ધર્મની ઓળખ બતાવવી પડતી નથી. એનસીપી નેતાએ કહ્યું કે લૉ એન્ડ ઑર્ડર જળવાઈ રહેવું જોઈએ. આ મામલે મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે.

ફક્ત હિંદૂઓની થવી જોઈએ એન્ટ્રી- VHP
હકીકતે, 21 સપ્ટેમ્બરના વિશ્વ હિંદૂ પરિષદે કહ્યું કે ગરબાના પંડાલમાં ફક્ત હિંદૂઓની એન્ટ્રી થવી જોઈએ. વિશ્વ હિંદૂ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું કે ગરબા માત્ર એક નૃત્ય નથી, પણ દેવીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતી પૂજાનું એક સ્વરૂપ છે. તે (એટલે કે મુસલમાન) મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી ધરાવતા. ફક્ત તે જ લોકોને આમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવવી જોઈએ જે આ અનુષ્ઠાનમાં આસ્થા ધરાવે છે.

ધાર્મિક રંગ આપવું યોગ્ય નથી- અજિત પવાર જૂથ
અજિત પવારની પાર્ટીના પ્રવક્તાએ આગળ કહ્યું, "જ્યાં ગરબા રમાય છે, ત્યાં મહિલાઓને સુરક્ષિતતાનો અનુભવ થવો જોઈએ. તે પ્રકારની સંપૂર્ણ તૈયારી મહારાષ્ટ્ર પોલીસ અને મુંબઈ પોલીસની રહેશે. પણ આને ધાર્મિક રંગ આપીને આ ધર્મના લોકો ગરબા રમવા ન આવે, તેમના ધર્મ વિશે ચકાસીને તેમને પ્રવેશ આપવામાં આવે, એ યોગ્ય નથી."

લૉ ઍન્ડ ઑર્ડરની સ્થિતિમાં પોલીસ કરશે હસ્તક્ષેપ-એનીસીપી
પૂર્વ સાંસદે કહ્યું કે ભારત એક સહિષ્ણુ દેશ છે. તેમણે કહ્યું, "મને લાગે છે કે જો કોઈ લૉ એન્ડ ઑર્ડરની સમસ્યા થશે તો પોલીસ અને પ્રશાસન ચોક્કસ હસ્તક્ષેપ કરશે."

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું છે કે ફક્ત​ હિન્દુઓને જ નવરાત્રિના ગરબા રમવાની પરવાનગી આપવી જોઈએ. તેમણે ઑર્ગેનાઇઝર્સને સૂચન કર્યું છે કે મેદાનના ગેટ પર જ ખેલૈયાઓને આઇડેન્ટિટી કાર્ડ કે આધાર કાર્ડ ચેક કરીને અંદર છોડવા જોઈએ. આ બાબતે રાજ્ય સરકારના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ચંદ્રકાત બાવનકુળેએ કહ્યું હતું કે ગરબા ઑર્ગેનાઇઝર કોને એન્ટ્રી આપવી અને કોને ન આપવી એ માટેનો અધિકાર ધરાવે છે, જોકે એ ઇવેન્ટ માટે તેમની પાસે પોલીસની પરવાનગી લીધી હોવી જરૂરી છે. 

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘ગરબા માત્ર ડાન્સ નથી પણ એના વડે માતાજીની ભક્તિ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. તેઓ (મુસ્લિમો) મૂર્તિપૂજામાં માનતા નથી. જે લોકો શ્રદ્ધાપૂર્વક આ રિવાજોમાં માનતા હોય તેમને જ ગરબા રમવાની પરવાનગી આપવી જોઈએ. ઑર્ગેનાઇઝર્સને અમે કહ્યું છે કે એન્ટ્રી આપતી વખતે જ આધાર કાર્ડ ચેક કરવામાં આવે અને જેમને એન્ટ્રી અપાય તેમને તિલક કરવામાં આવે અને તેઓ પૂજા પણ કરે. VHP અને બજરંગ દળના કાર્યકરો મેદાનમાં હાજર રહેશે. ગરબા ભક્તિનો એક પ્રકાર છે, મનોરંજનનો નહીં.’

આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘VHP સમાજમાં આગ લગાડવા માગે છે. એ લોકો સમાજને ધર્મના આધારે વિભાજિત કરીને એનો રાજકીય લાભ લેવા માગે છે. VHP કંઈ નવું નથી કહી રહી. આ સંસ્થા જ દેશને ખતમ કરવા બનાવાઈ છે. VHP જેવી સંસ્થાઓના આવા વલણને કારણે ‘અનેકતામાં એકતા’ જે દેશનો મૂળભૂત પાયો છે એ હલી જશે.’  

navratri festivals ajit pawar vishwa hindu parishad hinduism jihad mumbai news mumbai police mumbai maharashtra news maharashtra