ફરવાના શોખીન દીપક પાઠકે નાનપણથી જ કૅબિન-ક્રૂ બનવાનું નક્કી કરી લીધું હતું‌

15 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં ૧૧ વર્ષથી ઍર ઇન્ડિયામાં ક્રૂ-મેમ્બર તરીકે કામ કરતા દીપક પાઠકનું ક્રેશમાં મૃત્યુ

પત્ની પૂનમ સાથે દીપક પાઠક

બદલાપુર-ઈસ્ટના કાત્રપ ગામમાં રહેતા ૩૪ વર્ષના દીપક પાઠકને નાનપણથી ફરવાનો શોખ હતો. એથી તેણે નાનપણમાં જ નક્કી કરી લીધું હતું કે તે ઍરલાઇનમાં ક્રૂ-મેમ્બર બનશે. તેણે એ માટે સખત મહેનત કરી હતી. છેલ્લાં ૧૧ વર્ષથી ઍર ઇન્ડિયામાં ક્રૂ-મેમ્બર તરીકે કામ કરતા દીપક પાઠકના મિત્ર સાર્થકે કહ્યું હતું કે ‘દીપક મિલનસાર સ્વભાવનો હતો, તે બધા સાથે હળીમળીને રહેતો હતો. દર વખતે ફ્લાઇટ પર જતી વખતે તે મમ્મીને ફ્લાઇટની વિગતોની જાણ કરતો હતો. એટલે પ્લેન ક્રૅશ થયાના સમાચાર આવ્યા ત્યારે મમ્મીને ખબર પડી ગઈ કે આ દીપકની જ ફ્લાઇટ છે. ફ્લાઇટ ક્રૅશ થયાના સમાચારે અમને બધાને હચમચાવી દીધા હતા.’

ત્રણ વર્ષ પહેલાં દીપકનાં લગ્ન થયાં હતાં. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બહેન છે. 

plane crash airlines news badlapur ahmedabad air india mumbai mumbai news