મહિલા કૉન્સ્ટેબલ્સને સલામ

26 June, 2019 07:32 AM IST  |  મુબંઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મહિલા કૉન્સ્ટેબલ્સને સલામ

મહિલા કૉન્સ્ટેબલ્સ સમય સૂચકતા દર્શાવતા સારવાર માટે તાત્કાલિક મેડિકલ રૂમમાં લઈ ગઈ

દાદર રેલવે-સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી ટ્રેનમાં ગઈ કાલે સવારે પ્રવાસ કરતી એક મહિલા પ્રવાસીને અચાનક હાર્ટ-અટૅક આવ્યો હતો. જોકે મહિલાની હાલત વધુ ખરાબ ન થાય એ માટે તેને તાત્કાલિક જીઆરપી મહિલા સ્ટાફ ઊંચકીને પ્લૅટફૉર્મ પર આવેલી મેડિકલ રૂમમાં લઈ ગઈ હતી. આ બનાવ વિશે દાદર જીઆરપીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રસાદ પાંઢરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે દાદર રેલવે-સ્ટેશને સવારે ૧૦ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર ૩ પર આવેલી સીએસએમટી જતી સ્લો ટ્રેનના મહિલા કોચમાંથી ભાંડુપમાં રહેતી ૩૦ વર્ષની સુપ્રિયા ચવાણ ઊતરી રહી હતી ત્યારે તેને હાર્ટ-અટૅકનો જોરદાર આંચકો આવ્યો હતો.

આ પણ વાંચો: દરેક પ્રકારના અટાયરમાં ગોર્જિયસ લાગે છે ઈશા અંબાણી, આ ફોટોઝ છે સાબિતી

દાદર પોલીસ-સ્ટેશનની મહિલા કર્મચારીઓ જરાય સમય વેડફ્યા વગર અને સ્ટ્રેચર કે હમાલની રાહ જોયા વિના તાત્કાલિક એ મહિલા પ્રવાસીને પ્લૅટફૉર્મ-નંબર ૩-૪ પરથી ઊંચકીને પ્લૅટફૉર્મ-નંબર ૬ પર આકસ્મિક હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. તાત્કાલિક સારવાર મળતાં એ મહિલા અત્યારે સુરક્ષિત છે.’

mumbai news gujarati mid-day