જેએનયુ હિંસાએ 26/11ના મુંબઈ હુમલાની યાદ તાજી કરી : ઉદ્ધવ ઠાકરે

07 January, 2020 10:59 AM IST  |  Mumbai

જેએનયુ હિંસાએ 26/11ના મુંબઈ હુમલાની યાદ તાજી કરી : ઉદ્ધવ ઠાકરે

વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જેએનયુ હિંસાને 26/11ના મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સરખાવતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ દેશમાં અસલામતી અનુભવી રહ્યા છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ‘રવિવારે રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાએ મને ૨૬/૧૧ના મુંબઈના આતંકવાદી હુમલાની યાદ દેવડાવી દીધી. હું અહીં મહારાષ્ટ્રમાં જેએનયુ પ્રકારનું કોઈ પણ કૃત્ય ચલાવી નહીં લઉં. દેશના યુવાનો અસલામતી અનુભવી રહ્યા છે.’

જેએનયુ પર ત્રાટકેલા બુકાનીધારી હુમલાખોરોને ‘બીકણ’ ગણાવતાં ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની ઓળખ છતી થવી જોઈએ.

જો દિલ્હી પોલીસ હુમલાના ગુનેગારોને શોધી કાઢવામાં નિષ્ફળ જશે તો તેઓ પણ આરોપી ગણાશે. રવિવારે રાત્રે બુકાનીધારી હુમલાખોરો લાકડીઓ અને સળિયા લઈને જેએનયુના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ત્રાટક્યા હતા અને કૅમ્પસની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું, જેને પગલે યુનિવર્સિટીના વહીવટી તંત્રે તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને પોલીસ ફ્લૅગ માર્ચ કરી હતી.

આ પણ વાંચો : જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ગેટ-વે પર પ્રદર્શન

આશરે બે કલાક સુધી ચાલેલા આ હોબાળામાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ની પ્રમુખ એઇશ ઘોષ સહિતની ઓછામાં ઓછી ૨૮ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

uddhav thackeray jawaharlal nehru university maharashtra gateway of india