જંગલમાં ગેરકાયદેસર રીતે રહેતા 10 લાખ પરિવારોને કાઢો બહાર: SC

23 February, 2019 10:42 AM IST  |  મુંબઈ

જંગલમાં ગેરકાયદેસર રીતે રહેતા 10 લાખ પરિવારોને કાઢો બહાર: SC

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દેશની ૨૧ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ દસ લાખથી વધુ આદિવાસી વનવાસી પરિવારોને જંગલોમાંથી બહાર કાઢે. આ આદિવાસીઓએ વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ મુજબ જંગલોમાં રહેવાના અધિકારનો દાવો કર્યો હતો જેને રાજ્ય સરકારોએ ફગાવી દીધો હતો. ત્યાર બાદ SC સમક્ષ એક અપીલ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: ત્રણ ગુજરાતીઓ વચ્ચે જંગ ખેલાશે

અપીલકર્તાઓએ માગ કરી હતી કે જે લોકોના વન અધિકાર દાવા રદ કરી દેવામાં આવ્યા છે તેમને જંગલોમાંથી હાંકી કાઢવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ કર્યો છે કે તેમને જંગલોમાંથી હટાવવામાં આવે. આ હુકમના કારણે ગુજરાતમાં પણ લગભગ એક લાખથી વધુ આદિવાસીઓને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. આદિવાસીઓને દલીલ હતી કે તેઓ આ જગ્યા ઉપર વસવાટ કરે છે જ્યારે રાજ્યોનો દાવો હતો કે આ જંગલની જમીન પર દબાણ કે અતિક્રમણ છે અને આદિવાસીઓ મૂળભૂત રીતે આ જગ્યા પચાવી એના પર વસવાટ કરી રહ્યા છે.

supreme court mumbai news