રશ્મિ ઉદ્ધવ ઠાકરે ઠાકરેરાજના ખરાં આર્કિટેક્ટ

28 November, 2019 09:51 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

રશ્મિ ઉદ્ધવ ઠાકરે ઠાકરેરાજના ખરાં આર્કિટેક્ટ

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની શુભેચ્છા મુલાકાતે પત્ની રશ્મિ સાથે ગયેલા ઉદ્ધવ ઠાકરે. તસવીર : પી.ટી.આઇ.

પડદા પાછળ રહીને શિવસેનાને પીઠબળ આપવાથી લઈને એક માતા સુધી રશ્મિ ઠાકરે હવે બીજેપી સાથે છેડો ફાડવાના પક્ષના નિર્ણય તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દો મેળવવા સુધીની ઉદ્ધવની સફર માટેનો માર્ગ મોકળો કરવા પાછળના ચાવીરૂપ ચહેરાઓ પૈકીના એક ગણાય છે.

સેનાના આંતરિક સૂત્રો દાવો કરે છે કે સેનાને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીની ચર્ચા કરતી વખતે તેના સાથી પક્ષ બીજેપી પાસેથી શું જોઈએ છે તે બાબતે શ્રીમતી ઠાકરે હંમેશાં મક્કમ હતાં.

વિધાનસભા ચૂંટણીઓ અગાઉનો એક કિસ્સો વાગોળતાં એક નેતાએ જણાવ્યું હતું કે સેના અને બીજેપીના નેતાઓની બેઠકની વહેંચણી અંગેની બેઠક બાદ શ્રીમતી ઠાકરેએ પણ સેનાપ્રમુખ સાથે જોડાણનો મુદ્દો ચર્ચ્યો હતો. માતોશ્રીના અત્યંત નિકટવર્તી સૂત્રે નામ ન જણાવવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે રશ્મિ એવો મત ધરાવતાં હતાં કે પક્ષે સમાન બેઠકો અને સત્તાની સમાન વહેંચણી કરતાં રતિભારેય ઓછું ચલાવી લેવું જોઈએ નહીં.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રના વિધાનાસભ્યોની શપથવિધિ યોજાઈ : અજિતનું પાટલીઓ થપથપાવીને સ્વાગત

વિધાનસભાની ચૂંટણીના કૅમ્પેઇન અને પરિણામો જાહેર થયાં બાદ રશ્મિ ઠાકરે તેમના પુત્ર આદિત્યને મહારાષ્ટ્રના સૌથી નાની વયના મુખ્ય પ્રધાન તરીકે જોવા ઇચ્છતા હોવાની અટકળોએ વેગ પકડ્યો હતો. વરલી વિધાનસભા સેગમેન્ટમાં જીત મળ્યા બાદ ૨૯ વર્ષના આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતાં પૉસ્ટરો શહેરભરમાં લગાવવામાં આવ્યાં હતાં.

uddhav thackeray shiv sena bharatiya janata party