શરદ પવારની બેઠકમાં NCPના 42 ધારાસભ્યો હાજર, અજીત પવારને 11નું સમર્થન

23 November, 2019 07:20 PM IST  |  Mumbai

શરદ પવારની બેઠકમાં NCPના 42 ધારાસભ્યો હાજર, અજીત પવારને 11નું સમર્થન

NCP ના 42 ધારાસભ્યો શરદ પવારની મીટિંગમાં પહોંચ્યા (PC : ANI)

મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે એનસીપી ચીફ શરદ પવારની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં એનસીપીના 54માંથી 42 ધારાસભ્યો હાજર છે. શરદ પવારની આ બેઠક માટે ધનંજય મુંડે પણ પહોંચ્યા છે. 42 ધારાસભ્યો હાજર હોવાને કારણે હાલ અજિત પવાર પાસે 11 ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન રાતોરાત યોજાયેલા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના શપથગ્રહણ સમારોહને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શિવસેનાએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે.



શપથવિધીને પડકારવા શિવસેનાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી
મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાજકીય ભુકંપ આવ્યા બાદ હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. જેને પગલે શનિવારે સાંજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની શપથ વિધી સામે શિવસેના સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી છે અને અરજી દાખલ કરી છે. ભાજપે એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સવારે સરકાર બનાવી બધાને ચોંકાવી દીધા હતા.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ધીરજ રાખો, રાજ્યમાં સરકાર અમેજ બનાવીશું : ઉદ્ધવ
મળતી માહિતી મુજબ અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો હોવાનો દાવો છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું છે કે આ પરિસ્થિતિઓમાં અમારા પર કોઈ પ્રભાવ પડશે નહીં. એમાં કોઇ બેમત નથી કે શિવસેના જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. શરદ પવાર અને
કૉંગ્રેસ અમારી સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે તમારે પરેશાન થવાની જરુર નથી. કોઈ હિંમત હારતા નહીં. થોડી ધીરજ રાખજો. આ સાથે તેમણે સરકાર બનાવવાનો વિશ્વાસ આપ્યો છે.

mumbai news maharashtra sharad pawar