પ્રજાસત્તાક દિનથી રાજ્યની દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન ફરજિયાત

22 January, 2020 09:17 AM IST  |  Mumbai

પ્રજાસત્તાક દિનથી રાજ્યની દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન ફરજિયાત

દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન

પ્રજાસત્તાક દિનથી રાજ્યની તમામ સ્કૂલોમાં પ્રાર્થના પછી બાંધારણના આમુખનું જોરથી વાંચન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય વર્ષા ગાયકવાડે કહ્યું છે કે બાળકો જો બંધારણના એ આમુખનું જોરથી વાંચન કરશે તો તેમને તેના મહત્વની જાણ થશે. મૂળમાં તો એ જૂનો સર્ક્યુલર હતો પણ અમે હવે તેનું અમલીરણ કરશું. 

બાળકો ભેગા થાય ત્યારે એ વખતે બંધારણના આમુખનું વાંચન કરાય એ માટેનું ગવર્નમેન્ટ રિઝોલ્યુશન ફેબ્રુઆરી ૨૦૧૩માં જ્યારે રાજ્યમાં યુપીએની સરકાર હતી ત્યારે જ બહાર પડાયું હતું. નવો જીઆર ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના બહાર પડાયો છે. જીઆરમાં જણાવ્યા મુજબ એ આમુખનું વાંચન એ ‘બંધારણના સાર્વભૌમત્વ અને સૌનું કલ્યાણ’ અભિયાન હેઠળ આવરી લેવાયું છે.

uddhav thackeray shiv sena mumbai mumbai news