મુંબઈ: મમ્મીએ દીકરીને મોબાઇલ વાપરવાની ના પાડી એટલે કર્યું સુસાઇડ

16 January, 2019 07:30 AM IST  |  મુંબઈ | Diwakar Sharma

મુંબઈ: મમ્મીએ દીકરીને મોબાઇલ વાપરવાની ના પાડી એટલે કર્યું સુસાઇડ

પ્રતીકાત્મક તસવીર

ટીનેજરોમાં મોબાઇલનું વ્યસન કેટલું વધી ગયું છે એનો સૌથી તાજો દાખલો ભોઈવાડા વિસ્તારમાં જોવા મળ્યો છે. ૧૭ વર્ષની એક કિશોરીને તેનાં મમ્મી-પપ્પાએ ટિક ટોક (મ્યુઝિક ફીચર્ડ ઍપ) વાપરવાની ના પાડી એટલે તેને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

ગયા શુક્રવારે ટીનેજરના પપ્પાના બર્થ-ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે આખો પરિવાર સેલિબ્રેશન કરી રહ્યો હતો અને ટીનેજર વિડિયો બનાવી રહી હતી. સેલિબ્રેશનનો કેટલોક વિડિયો બનાવીને ટીનેજરે ટિક ટોક પર અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ત્યાર બાદ ટીનેજર સતત મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતી હોવાથી તેનાં મમ્મી-પપ્પાએ તેને મોબાઇલ પર સમય વિતાવવાને બદલે ભણવા પર ફોકસ કરવાનું કહીને ઠપકો આપ્યો હતો અને મમ્મીએ તેનો મોબાઇલ લઈ લીધો હતો.

આ પણ વાંચો : જોગેશ્વરી સ્ટેશનને મળશે ત્રણ એસ્કેલેટર્સ

આ વાતથી નારાજ થઈ ટીનેજર ઘરના બાથરૂમમાં જતી રહી હતી. ઘણા લાંબા સમય સુધી તે બહાર ન નીકળતાં તેની મમ્મીને ચિંતા થઈ હતી. દરવાજો ખખડાવવાનો કોઈ પ્રતિસાદ મળતો ન હોવાથી પાડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તેણે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધો હોવાનું જોવા મળ્યું હતું. ટીનેજરને શહેરની KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન રવિવારે તેનું મોત થયું હતું.

suicide mumbai news