શિવસેનાની થાણે વાસીઓને ભેટ કોપરીમાં બનશે નવું રેલવે સ્ટેશન

10 December, 2019 10:44 AM IST  |  Mumbai

શિવસેનાની થાણે વાસીઓને ભેટ કોપરીમાં બનશે નવું રેલવે સ્ટેશન

કોપરીમાં બનશે નવું રેલવે સ્ટેશન

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પહેલ અંતર્ગત થાણેના કોપરી વિસ્તારમાં રેલવે સ્ટેશન બનાવવા માટે મંજૂરી આપવામાં ‍આવી હતી. આ પ્રોજેક્ટ ૨૦૦૪થી ચર્ચામાં છે. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર જો બધુ બરાબર રહ્યું તો ત્રણ વર્ષમાં આ સ્ટેશન બની જશે.

શિવસેનાના આ પેટા-પ્રોજેક્ટમાં નવું સબર્બ સ્ટેશન બનાવવા માટે કોપરી સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર જનરલ ઍડ્મિનિસ્ટ્રેશને પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેની કિંમત ૧૧૯.૩૧ કરોડ છે જેને રેલવે ઑથોરિટી દ્વારા અપ્રૂવલ મળી છે અને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : સૂટકેસમાં મળેલા મહિલાના મૃતદેહનો કેસ 30 કલાકમાં ઉકેલાયો

હવે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન ૧૨.૩૫ એકર જમીન અને ૨૯.૮૩ કરોડ રૂપિયા આપશે ત્યારે સ્ટેશનનું કામ શરૂ થશે.

thane central railway shiv sena mumbai news