મુંબઈ: ઘરમાલિક પોતે જ પોતાના ઘરમાં કેદ

22 November, 2019 09:05 AM IST  |  Mumbai | Diwakar Sharma, Samiullah Khan

મુંબઈ: ઘરમાલિક પોતે જ પોતાના ઘરમાં કેદ

રાજ શર્મા

૨૦૧૧ના વર્ષથી ભાડે રહેતા ભાડૂતે ફક્ત પ્રથમ વર્ષે જ ભાડું ચૂકવ્યું અને વૃદ્ધ દંપતીની પજવણી કરવાની સાથોસાથ તેમને ઘરમાં ગોંધી રાખ્યાં હોવાનો અને તેમની વસઈની પ્રૉપર્ટીને પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દંપતીને નિઃસહાય સ્થિતિમાં મૂકી દેતી બાબત એ છે કે તેમની મદદ કરવાની કોશિશ કરનાર પાડોશીથી લઈને હાઉસિંગ સોસાયટીના ઑફિસ બેરર સહિતની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અતિક્રમણના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ સંજોગો વચ્ચે દંપતીના એકમાત્ર પુત્રે જો તેમનાં બંધક માતા-પિતા સાથે કશું અજુગતું થયું તો આત્મદહન કરીને જીવ આપી દેવાની ધમકી ઉચ્ચારી છે. 

૬૭ વર્ષનાં ઝરીનાબાનુ પીરાણી અને ડિમેન્શિયાથી પીડાતા તેમના પથારીવશ પતિ ૭૫ વર્ષના શાબાન અલી પીરાણીને તેમના ભાડૂત રાજેશ શર્મા દ્વારા આશરે બે મહિનાથી વસઈના મીરચંદાની ગાર્ડન આઇરિશ કોમાં આવેલા ટૂબીએચકે ફ્લૅટના બેડરૂમમાં પૂરી રાખવામાં આવ્યાં છે. આને કારણે સાતમા માળેથી મા જરૂરી ચીજવસ્તી જેવા કે દૂધ કે પછી રોજબરોજના ભોજન માટે બૅગ દોરીથી બાંધીને નીચે ઉતારે છે અને દીકરો એમાં બધું મૂકીને ઉપર મોકલાવે છે.

૨૪ સપ્ટેમ્બરે જ્યારે ઝરીના અને તેના પિતરાઈએ શર્માનો સામનો કર્યો ત્યારે તેમને રૂમમાં ગોંધી દેવાયા. તે મારી માતાને અંદર ખેંચી ગયો અને તવાથી તેને પીઠ પર ફટકો માર્યો. જ્યારે મારાં કાકીએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શર્માએ તેમના પર ચાકુ વડે હુમલો કર્યો. તેમની આંગળી પર કાપો પડી ગયો છે એમ ઝરીનાના પુત્રએ જણાવ્યું હતું.

શર્મા વિરુદ્ધ માણિકપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનો કેસ નોંધાયો હોવા છતાં તેને પકડવાને બદલે પોલીસે દંપતીને તેની સાથે ફ્લૅટ શૅર કરવાનું જણાવ્યું હતું.

‘મિડ-ડે’એ જ્યારે શર્માનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી દીધી. માણિકપુર પોલીસ સ્ટેશનના રાજેન્દ્ર કાંબળેએ પણ આ સંવેદનશીલ મામલે કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

શું પીરાણીઓએ ફ્લેટ ખરીદવા ચુકવાયેલી રકમ પાછા આપી દીધા?

પાલઘર પોલીસના સૂત્રોએ મિડ-ડેને જણાવ્યું હતું કે શર્મા અને પિરાણી વચ્ચે ફ્લેટના અગાઉના માલિક પાસેથી ૨૦૧૧માં ફ્લેટ ખરીદવા માટે એમઓયુ કરાયું હતું. સલિમ એમઓયુ પર સહી કરી હોવાનું નકારતા કહ્યું હતું કે, હા, પરંતુ ફ્લેટ ખરીદવા માટે કેટલીક રકમ ચુકવાઈ હતી પણ માલિકી હજીય મારી માતાના નામ પર છે. મેં શર્માને ૨૨.૫ લાખ રૂપિયા પાછા ચૂકવી દીધા છે.
વસઈ ડિવિઝનના ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ ડૉ. અશ્વિની પાટીલ આ સિવિલ વિવાદ હોવાનું કહીને એટલું જ કહ્યું હતું કે, શર્માએ ૨૦ લાખ રૂપિયાથી વધુ ફ્લેટના અગાઉના માલિક મોરેઓને ચુકવ્યા હતા પણ સેલ એગ્રીમેન્ટ ઝરીન બાનુ પિરાણીને નામે હતું. એ રકમ શર્માને પાછી આપી દેવાઈ હોવાના કોઈ પુરાવા પિરાણીએ હજી આપ્યા નથી.

આ પણ વાંચો : આજે પિક્ચર ક્લિયર થશે મહારાષ્ટ્રમાં કોને શું મળશે?

‘જ્યારે મારી મમ્મી શર્માને દરવાજો ખોલવાની વિનંતી કરે છે ત્યારે તે તેને પરેશાન કરે છે. આથી મારી મમ્મી સાતમા માળના ફ્લૅટ પરથી દોરી સાથે બૅગ બાંધી નીચે મોકલાવે છે જેમાં અમે ચીજવસ્તુઓ મૂકીએ છીએ. તેણે મને ફોન પર જણાવ્યું કે શર્મા એ ચીજો પણ ચકાસે છે અને મારાં માતા-પિતાને ફક્ત સાદું જ ખાવાનું આપે છે. તે ખીર, ફળો અને મીઠાઈ જેવી ખાદ્ય ચીજો કચરાપેટીમાં ફેંકી દે છે અથવા તો પોતે ખાઈ જાય છે.’

- સલીમ પીરાણી

vasai mumbai crime news mumbai news samiullah khan