ચાલાક ચાણક્ય શરદ પવાર BJPને પછાડીને બન્યા મૅન ઑફ ધ મૅચ

27 November, 2019 09:13 AM IST  |  Mumbai

ચાલાક ચાણક્ય શરદ પવાર BJPને પછાડીને બન્યા મૅન ઑફ ધ મૅચ

શરદ પવાર

૨૧ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રના સાતારામાં ધોધમાર વરસાદમાં રૅલીને સંબોધી હતી ત્યારે કેટલાકને એવું લાગ્યું હતું કે ૭૯ વર્ષના શરદ પવાર નવી સરકારની પાછળ ચાલનારી વ્યક્તિ હશે.
શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તા સંભાળવાની તૈયારીમાં છે ત્યારે બીજેપી વિરોધીઓએ હોશિયારીપૂર્વક બીજેપી છાવણીને હસતાં-હસતાં રામ રામ કરી દીધા છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાના પક્ષને વર્ચ્યુઅલ અસ્તિત્વની કટોકટીમાંથી બહાર લાવ્યા પછી પવારને બીજેપીની સરકાર બનાવવામાં સહાય કરનારા તેના જ ભત્રીજાએ આંચકો આપ્યો હતો. જોકે બીજેપી પણ એ શાસન માત્ર ૮૦ કલાક જ ચલાવી શકી હતી. સૌપ્રથમ ડેપ્યુટી સીએમ અજિત પવારે વ્યક્તિગત કારણો આગળ ધરીને ડેપ્યુટી સીએમપદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું ધરી દીધું હતું. કલાકોમાં જ ફડણવીસે બિન-બીજેપી જોડાણને રાજ્યની ધુરા સંભાળવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે એનસીપીમાંથી અનેક નેતાઓએ પક્ષ છોડી દેતાં પક્ષ ત્રાસી ગયો હતો. એમ છતાં, શરદ પવારે પોતાના પ્રચાર અભિયાનનો હવાલો આગળ ધપાવ્યો હતો. આનું પરિણામ એ આવ્યું હતું કે ૨૦૧૪માં મેળવેલી બેઠકો કરતાં ૧૩ વધુ એટલે કે ૫૪ બેઠક પર વિજય મેળવ્યો હતો. બીજી બાજુ ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ અને બીજેપી-શિવસેના વચ્ચે થયેલા વિતંડાવાદને કારણે શરદ પવારે બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે રાજ્યમાં સરકાર બનાવવા માટે હરીફ શિવસેના સાથે સંયુક્ત જોડાણ કરી લીધું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હવે બનશે ‘ઠાકરે’ સરકાર, 28 નવેમ્બરના રોજ શપથવિધી યોજાશે

પવાર રાજકારણમાં બાવન વર્ષથી સક્રિય છે અને તેઓ તેમની કારકિર્દીમાં સંરક્ષણ પ્રધાન, લોકસભામાં વિપક્ષી નેતા અને ત્રણ વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા છે.

sharad pawar uddhav thackeray shiv sena bharatiya janata party mumbai news maharashtra