મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે જનતાને ભરોસો છે

25 October, 2019 02:12 PM IST  |  મુંબઈ

મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે જનતાને ભરોસો છે

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ જનતાનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘બન્ને રાજ્યની બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવનારા મુખ્ય પ્રધાનને જિતાડીને જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણીનાં પરિણામો એવું દર્શાવે છે કે પાંચ વર્ષ ફરી પાછી એ જ સરકાર વધુ સારાં અને નક્કર કામ કરે એવું જનતા ઇચ્છે છે.’

આ પણ વાંચો : Maharashtra Assembly Election Results 2019: 6 પ્રધાનો હારતાં બીજેપી અને સેના માટે આત્મમંથનનો સમય

નવી દિલ્હીમાં બીજેપીના મુખ્યાલયમાં કાર્યકરોને હરિયાણામાં પક્ષે કરેલી કામગીરીનું વર્ણન કર્યું હતું, તેમ છતાં, પક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હતો. જોકે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીની સરખામણી કરવા જઈએ તો ૨૦૧૯માં પક્ષને મળેલી બેઠકની ટકાવારીમાં વધારો થયો છે. ૨૦૧૪માં ૩૩ ટકા બેઠક મળી હતી અને ૨૦૧૯માં ૩૬ ટકા બેઠક મળી હોવાનું મોદીએ જણાવ્યું હતું.

narendra modi maharashtra haryana Election 2019 mumbai news