પાલઘર: હાઈકોર્ટે ત્રણ સ્ટુડન્ટ્સની મૃત્યુની તપાસનો રિપોર્ટ માંગ્યો

17 January, 2019 09:25 AM IST  | 

પાલઘર: હાઈકોર્ટે ત્રણ સ્ટુડન્ટ્સની મૃત્યુની તપાસનો રિપોર્ટ માંગ્યો

મુંબઈ હાઈકોર્ટ

જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચ 14 વર્ષની વયનાં ત્રણે બાળકોના વાલીઓએ ફાઇલ કરેલી જનહિતની અરજીની સુનાવણી કરી રહી હતી. પરીક્ષામાં નબળા દેખાવ બદલ ટીચરે ઠપકો આપતાં 2014ના ઑગસ્ટ મહિનામાં જ તેઓ પ્રાઇવેટ નિવાસી સ્કૂલમાંથી નાસી ગયા હોવાનું મનાય છે. બીજા દિવસે સ્કૂલની નજીક આવેલી નદીમાંથી પોલીસને તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા. બાળકોના વાલીઓએ મેલી રમત રમાઈ હોવાની આશંકા સાથે કેસ CBIને ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી.

આ પણ વાંચો : નવી મુંબઈના વેપારીઓ સાથે સરકારનો વિશ્વાસઘાત

જોકે ટીચર સ્ટુડન્ટનો જીવ કઈ રીતે લઈ શકે એવો પ્રfન કરતાં બેન્ચે મેલી રમતની આશંકાને ફગાવી દઈને તપાસ CBIને સોંપવાની માગણી સ્વીકારવાની ના પાડી મહારાષ્ટ્ર સરકારને આગામી સુનાવણીમાં પોલીસતપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

palghar mumbai news