૨૫૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં આઠ સામે ચાર્જશીટ દાખલ

24 September, 2022 10:29 AM IST  |  Mumbai | Agency

અધિકારીએ આપેલી માહિતી અનુસાર નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ (એનડીપીએસ ઍક્ટ) હેઠળ સ્થપાયેલી સ્પેશ્યલ કોર્ટને ૪૮૧૮ પાનાંની ચાર્જશીટ સુપરત કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (Mumbai Police Anti-Narcotics Cell) (એએનસી)એ શુક્રવારે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાના મૂલ્યનું મેફેડ્રોન જપ્ત કરવાના કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં આઠ વ્યક્તિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અધિકારીએ આપેલી માહિતી અનુસાર નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ (એનડીપીએસ ઍક્ટ) હેઠળ સ્થપાયેલી સ્પેશ્યલ કોર્ટને ૪૮૧૮ પાનાંની ચાર્જશીટ સુપરત કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મેફેડ્રોનનું ઉત્પાદન કરવા બદલ પકડાયેલા આઠ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ આરોપીઓ હાલ જેલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે.’

ગયા મહિને એએનસીએ પાલઘર જિલ્લાના નાલાસોપારામાં, થાણે જિલ્લાના અંબરનાથમાં અને ગુજરાતના અંકલેશ્વરમાં દરોડા પાડ્યા હતા અને લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાના મૂલ્યનું મેફેડ્રોન જપ્ત કરવા સાથે આઠ શખસોની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ હજુ ચાલુ છે. ડ્રગ્સના ઉત્પાદનનો પર્દાફાશ કર્યા પછી એએનસી હવે સપ્લાય નેટવર્કને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

Mumbai mumbai news mumbai police anti-narcotics cell