રક્ષાબંધન પર ભાઈ અને બહેનને મેળવવા BESTની દોડાદોડ

27 August, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે BESTની વધારાની ૧૩૬ બસ દોડશે

પ્રતીકાત્મક તસવીર

રક્ષાબંધન પર મુસાફરોની માગણીમાં અપેક્ષિત વધારાને પહોંચી વળવા માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અૅન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ શુક્રવાર, ૨૮ ઑગસ્ટે મુંબઈ શહેર અને અેનાં ઉપનગરોમાં ૧૩૬ વધારાની બસ દોડાવશે.
BESTની વધારાની બસ સવારે ૧૦.૩૦ વાગ્યાથી વિવિધ રૂટ પર તહેનાત કરવામાં આવશે અને દિવસભર સેવામાં રહેશે. આ પગલાનો હેતુ શહેર અને ઉપનગરોમાં ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવારમાં તેમને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકલ્પો પૂરા પાડવાનો છે.

મુખ્ય રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે
BESTએ જણાવ્યું હતું કે વધારાની સેવાઓ એવા રૂટ પર શરૂ કરવામાં આવશે જ્યાં મુસાફરોની સંખ્યા વધુ હોવાની અપેક્ષા છે. ઉપક્રમ દિવસ દરમ્યાન ધસારાનું નિરીક્ષણ કરશે અને જો માગ અપેક્ષાઓ કરતાં વધુ હશે તો વધુ વ્યવસ્થા કરશે.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai transport raksha bandhan maharashtra government maharashtra news maharashtra