થાણેની આ દિવ્યાંગ બાળકી લઈ આવી છે ૯૭ ટકા

02 May, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાતમા મહિને જન્મેલી કિયા ગાલા ૪૦ ટકા બ્લાઇન્ડ છે, પણ કોઈના પર નિર્ભર રહ્યા વગર નૉર્મલ સ્કૂલમાં ભણીને આ સફળતા મેળવી છે

કિયા શાંતિલાલ ગાલા

થાણે-વેસ્ટમાં નૌપાડા વિસ્તારમાં રહેતી અને થાણેની વસંત વિહાર હાઈ સ્કૂલમાં ભણતી કિયા શાંતિલાલ ગાલાએ બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૭ ટકા મેળવ્યા છે. કિયા પ્રી-મૅચ્યોર જન્મેલી છે, તે હાઇપરઍક્ટિવ છે, તે ઑટિસ્ટિક છે અને આંખના રૅટિના નબળા હોવાથી એનું વિઝન ૪૦ ટકા ઓછું હોવા છતાં કિયાએ કોઈના પર ડિપેન્ડ રહ્યા વગર નૉર્મલ સ્કૂલમાં ભણીને આ સફળતા મેળવી છે. કિયાને આર્ટ્સમાં ખૂબ રસ છે એટલે હવે તે આ દિશામાં ભણવા માગે છે.

કિયાના પિતા શાંતિલાલ ગાલાએ કહ્યું હતું કે ‘કિયા સાતમા મહિને જન્મી છે. જન્મથી જ તેની આંખ નબળી હોવાથી પહેલાં ત્રણ વર્ષ અમે તેને વસંત વિહાર હાઈ સ્કૂલના સ્પેશ્યલ ચાઇલ્ડના ક્લાસમાં મૂકી હતી. જોકે કિયા પોતાની રીતે ભણી શકે છે એનો ખ્યાલ આવતાં તેને નૉર્મલ સ્કૂલમાં મૂકી હતી. પહેલા ધોરણથી દસમા ધોરણ સુધી કિયા ‌કાયમ ક્લાસમાં ફર્સ્ટ આવી છે. સ્પેશ્યલ ચાઇલ્ડને સંભાળવામાં ઘણી મુશ્કેલી થાય છે. જોકે કિયા ભવિષ્યમાં કોઈની મદદ વિના પોતાની રીતે જીવી શકે એ માટે અમે તેને તૈયાર કરી છે. ભણવામાં અને આર્ટમાં કિયા હોશિયાર છે એટલે અમને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં પોતાના પગ પર ઊભી થઈ શકશે. 

માર્કશીટ
ઇંગ્લિશ        ૯૫
હિન્દી      ૯૬
હિસ્ટરી, સિવિક્સ ઍન્ડ  જ્યોગ્રાફી     ૯૭
કમર્શિયલ સ્ટડીઝ      ૧૦૦  
ઇકૉનૉમિક્સ      ૯૫
એન્વાયર્મેન્ટલ ઍપ્લિકેશન્સ    ૯૮

mumbai mumbai news Education 10th result gujarati community news gujaratis of mumbai thane