Nisarga Cyclone: વાવાઝોડું અલીબાગની દક્ષિણે શિફ્ટ, મુંબઇમાં રેડ એલર્ટ

03 June, 2020 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Nisarga Cyclone: વાવાઝોડું અલીબાગની દક્ષિણે શિફ્ટ, મુંબઇમાં રેડ એલર્ટ

રિપોર્ટ અનુસાર નિસર્ગ વાવાઝોડું હવે અલીબાગથી સાંઇઠ કિલોમીટર દૂર ફંટાયું છે એટલે કે 110 કિલોમિટર મુંબઇની દક્ષિણે તથા 340 કિલોમિટર સુરતની દક્ષિણે. આ

 

તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર નિસર્ગ વાવાઝોડું હવે અલીબાગથી સાંઇઠ કિલોમીટર દૂર ફંટાયું છે એટલે કે 110 કિલોમિટર મુંબઇની દક્ષિણે તથા 340 કિલોમિટર સુરતની દક્ષિણે. આઇએમડીએ આપેલી માહિતી અનુસાર મુંબઇ જે મોટા વાદળની જમણે છે ત્યાં થઇને આ વાદળ મહારાષ્ટ્રનાં કાંઠાઓ ખાસ કરીને રાયગઢ જિલ્લામાં જશે અને અંતે પછી બાકીના ત્રણ કલાકમાં મુંબઇ અને થાણામાં પ્રવેશ કરશે.

બાહરી સ્પાઇરલ બેન્ડ મુંબઇ અને થાણામાંથી પસાર થશે એટલે આગામી એક કલાકમાં વાવાઝોડું ત્રાટકશે અને આ જિલ્લાઓમાંથી ત્રણ કલાકમાં પસાર થશે. હાલમાં આ વાવાઝોડું 100-110 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે 120 કિલોમિટરની ઝડપે પણ પહોંચશે.

આઇએમડીએ બપોરે 12 વાગે જે જાહેરાત કરી હતી તે અનુસાર સાયક્લોન ઉત્તર અને ઉત્તર પૂર્વિય દિશામાં 90 કિલોમિટરની ઝડપે આગળ વધ્યું છે અને આ ગતિ તેણે છેલ્લા છ કલાકમાં જાળવી હતી. તે ઉત્તર પૂર્વ તરફ વધ્યું અને મહારાષ્ટ્ર કાંઠા પર હશે તથા અલીબાગની દક્ષિણે હશે.

મુંબઇ આઇએમડી અનુસાર પવનની ગતિ 110 કિલોમિટર પ્રતિ કલાક હશે અને રાઇગઢ, મુંબઇમાં પણ આ જ ઝડપે પવન ફુંકાશે જો કે થાણે, પાલઘર, સિંધુદુર્ગ વગેરેમાં પવનની ગતિ 85-95થી 105 કિલોમિટરની ઝડપે ફુંકાઇ શકે છે.

પવનની પ્રતિ કલાકે કિલોમિટર ગતિ

રત્નાગીરી - 37
કોલાબા - 09
સાંતાક્રુઝ- 15
દાહણુ - 11

જૂન 3નાં રોજ સવારે 8.30થી પડેલા વરસાદનું પ્રમાણ (MMમાં)

રત્નાગીરી - 30
કોલાબા - 07
સાંતાક્રુઝ- 05
દાહણુ- 0.1

mumbai news maharashtra alibaug surat