દેવરને પસંદ ન આવ્યું ભાભીનું નોકરી કરવાનું, ચહેરા પર ફેંક્યુ એસિડ

09 July, 2021 08:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘાટકોપરમાં દેવરે પોતાની જ ભાભી પર એસિડ ફેક્યું હતું. આ ઘટનામાં મહિલાનો આખો ચહેરો દાઝી ગયો છે અને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ઘાટકોપરમાં એસિડની ઘટના સામે આવી છે.  શહેરના ઘાટકોપર વિસ્તારમાં એક દેવરે તેની ભાભીના ચહેરા પર એસિડ  ફેકંયુ હતું. આ ઘટનામાં મહિલાનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. મહિલાના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીને મહિલાનું ઘરની બહાર કામ કરવાનું પસંદ નહોતુ.

ગુરુવારે બનેલી આ ઘટના પારશીવાડી વિસ્તારના મુનીર બશીર ઘાસવાલા ચૉલમાં બની હતી. ઘાટકોપર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાના પતિનું થોડા દિવસો પહેલા અવસાન થયું છે. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મહિલા ઘરની નજીક ઝવેરાતની દુકાનમાં કામ કરવા લાગી હતી. આ વસ્તુ તેના દેવરને પ્રબુધ્ધને ચીડવી રહી હતી. તેણે મહિલાને ઘણી વાર નોકરી છોડી દેવાનું કહ્યું અને જ્યારે મહિલા સહમત ન થઈ ત્યારે તેણે ગુરુવારે તેના ચહેરા પર એસિડ ફેંકી દીધુ. 

ઘાટકોપર પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તે સમયે જ્યારે મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું ત્યારે દુકાન મલિક સુધાંશુ પણ ત્યાંની જ્વેલરી શોપમાં હાજર હતા.  તે મહિલાને બચાવવા ગયા તેમાં તેઓ પણ દાઝી ગયા. આને કારણે દુકાન માલિકનો હાથ અને ચહેરો પણ દાઝી ગયો છે. આ ઘટના બાદ બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ કેસમાં ઘાટકોપર પોલીસે આઈપીસીની કલમ 323 અને 504 હેઠળ ગુનો નોંધીને આરોપી પ્રબુદ્ધ કાંબલેની ધરપકડ કરી હતી

Mumbai mumbai news mumbai crime news ghatkopar mumbai police