બિઝનેસમેન સાથે 3 છોકરાઓએ છોકરી બનીને કરી વાત, ઇન્સ્ટા પર બનાવ્યો ન્યૂડ વીડિયો...

17 October, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિઝનેસમેન ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે ચેટ કરી રહ્યો હતો. જો કે, તેને એ ખબર નહોતી કે આ યુવતી કોણ છે. તેની સાથે ચેટ કરતો હતો અને એક દિવસ તે યુવતીએ વીડિયો કૉલ કર્યો.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra) સ્થિત મુંબઇમાં (Mumbai) એક મહિલાએ 32 વર્ષીય બિઝનેસમેનને પોતાના જાળમાં ફસાવી તેની પાસેથી હજારો રૂપિયાની ઠગી કરી. માહિતી પ્રમાણે બિઝનેસમેન ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે ચેટ કરી રહ્યો હતો. જો કે, તેને એ ખબર નહોતી કે આ યુવતી કોણ છે. તેની સાથે ચેટ કરતો હતો અને એક દિવસ તે યુવતીએ વીડિયો કૉલ કર્યો. કૉલ રિસીવ થતા જ બિઝનેસમેન યુવતીને આપત્તિજનક અવસ્થામાં જોઇને પોતાના હોંશ ગુમાવી બેઠો. તેના થોડાક જ દિવસો બાદ બિઝનેસમેનને બ્લેકમેલરના ફોન આવવા માંડ્યા. ત્યારે તેને ખબર પડી કે આ બધું ફ્રૉડ હતું અને તેની પાસેથી પૈસા પડાવવાનું ષડયંત્ર હતું.

પોતાનું આબરૂ જાળવવા માટે તેણે બ્લેકમેલરના ખાતામાં હજારો રૂપિયા ટ્રાન્સફર કર્યા. પણ બ્લેકમેલર અહીં અટક્યો નહીં. તેણે સતત રૂપિયાની માગ કરી જેના પછી બિઝનેસમેન પોલીસ પાસે પહોંચ્યો. પછી લગભગ ત્રણ દિવસની ઇન્વેસ્ટિગેશન બાદ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી.

પોલીસે નોંધ્યો કેસ
મળતી માહિતી પ્રમાણે મુંબઇના મલાબાર હિલની આ ઘટના છે. બિઝનેસમેને સ્થાનિક પોલીસને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપી. તેણે જણાવ્યું કે બ્લેકમેલર તેને ન્યૂડ વીડિયો વાયરલ થવાની ધમકી આપી રહ્યા છે. ફરિયાદ પ્રમાણે ભારતીય દંડ સંહિતા (IPC)ધારો 384, 500, 506 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બિઝનેસમેને પોલીસને એ પણ જણાવ્યું કે તે પહેલા જ બ્લેકમેલરને 37,000 રૂપિયા આપી ચૂક્યો છે. પોલીસે તપાસની શરૂઆત તે ખાતાની પૂછપરછથી શરૂ કરી જેમાં બિઝનેસમેને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે આ આખી ઘટનાને ગુજરાતમાં અંજામ આપવામાં આવ્યો છે. પછી પોલીસે અહીંથી ત્રણ આરોપીની ધરપકડ કરી.

પોલીસે માહિતી આપી કે બ્લેકમેલરે સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીના નામે ફેક પ્રૉફાઇલ બવાલી અને પછી બિઝનેસમેનને ફૉલો કર્યો. ક્યાર બાદથી ચૅટિંગ શરૂ થશી. આરોપીએએ યુવતી બનીને વાત કરી અને તેને વીડિયો ચૅટ માટે મનાવી. બિઝનેસમેન જ્યારે વીડિયો કૉલ માટે આવ્યો ત્યારે તેને યુવતી દેખાઇ. આપત્તિજનક સ્થિતિમાં યુવતીને જોઇને બિઝનેસમેન કપડા કાઢવા લાગ્યો. આરોપીઓએ આ સંપૂર્ણ ઘટના રેકૉર્ડ કરી લીધી. ત્યાર બાદ બ્લેકમેલિંગ શરૂ થઈ.

ધરપકડ કરાયેલા લોકો વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આમની ઓળખ દર્શન ભાટી (28), જસરાજ દર્જી (22) અને સાવીલાલ દર્જી (22) તરીકે થઈ છે. પોલીસે આમની પાસેથી ત્રણ મોબાઇલ, 2 લેપટૉપ, ચાર સિમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીએ પાસે લગભગ 25 બેન્ક ખાતાની માહિતી મળી છે. પોલીસે આરોપીએની ધરપકડ કરી કૉર્ટ સામે રજૂ કરી છે જ્યાંથી તેમને જેલ મોકલવામાં આવ્યા છે.

Mumbai mumbai news Crime News mumbai crime news gujarat gujarat news