અનાથ બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ માટે ટીચરે તેને દત્તક લઈ લીધો

05 June, 2019 09:32 AM IST  | 

અનાથ બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ માટે ટીચરે તેને દત્તક લઈ લીધો

શિક્ષક અને અનાથ બાળક

 અમેરિકાના કોલોરાડોમાં ૧૩ વર્ષના ડોમિયન નામના છોકરાને છેલ્લાં પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને આખરે તેની કિડની ફેલ થઈ જતાં તેનો જીવ બચાવવા માટે કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરવી જરૂરી હતી. ડોમિયન અનાથ હોવાથી અનાથાલયમાં રહેતો હતો. તેની બરાબર દેખભાળ રાખી શકાય એ માટે તેને વારાફરતી ઘણા કૅર હોમ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.

કિડની માટે હૉસ્પિટલમાં તેનું નામ પણ નોંધાવેલું હતું, પણ તેનો વારો આવ્યા પછી પણ તેને કિડની ન મળી. એનું કારણ હતું અમેરિકાનો વિચિત્ર કાયદો. અહીં એ વ્યક્તિને કિડની-ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન મળે જેની પાસે રહેવા માટે કોઈ સ્થાયી ઘર ન હોય. ૧૩ વર્ષનો ડોમિયન તો અનાથ હતો અને કૅર હોમ્સમાં અહીંતહીં ફરતો રહેતો હતો એટલે તેનું યાદીમાં નામ આવ્યા પછી પણ તેને કિડની માટે ઉપયુક્ત ગણવામાં ન આવ્યો. વાત એટલી ખરાબ હતી કે તેને ફુલટાઇમ ડાયાલિસિસ માટે હૉસ્પિટલમાં ભરતી કરવો પડ્યો. તેના ગણિતના ટીચર ફિન લેનિંગને આ વાતની ખબર પડતાં તેમણે આશાની નવી કિરણ જગાવી. કિડનીની બીમારીને કારણે સ્કૂલમાંથી વિદાય લઈ લીધી છે એવી ખબર પડતાં ફિને આ મામલાની પૂરી તપાસ કરી.

આ પણ વાંચો: વરસાદના વિઘ્ન વચ્ચે આમનેસામને હશે ભારત-સાઉથ આફ્રિકા

ડોમિયન કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ બને એ માટે તેમણે તેને દત્તક લઈ લીધો અને પોતાના ઘરે લઈ આવ્યા. હવે ડોમિયન પોતાના નવા પપ્પાના ઘરે છે અને કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહ્યો છે. ગોફંડમી કૅમ્પેન દ્વારા કેટલાંય બાળકોએ ડોમિયન માટે ભંડોળ પણ એકત્ર કરી લીધું છે અને હવે ટૂંક સમયમાં જ તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

hatke news gujarati mid-day