વરસાદના વિઘ્ન વચ્ચે આમનેસામને હશે ભારત-સાઉથ આફ્રિકા

Updated: Jun 05, 2019, 22:24 IST | લંડન

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતનો રેકૉર્ડ ખૂબ ડરામણો રહ્યો છે, પરંતુ હાલના ફૉર્મને જોતાં ભારતનું પલ્લું સાઉથ આફ્રિકા પર ભારે પડતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ સ્પિનરો સામે રમવામાં નબળી ગણાતી આ ટીમને કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ભારે પડી શકે એમ છે.

પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલી અને ટીંમ
પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલી અને ટીંમ

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯નો મુકાબલો આજે સાઉધમ્પ્ટનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતનો રેકૉર્ડ ખૂબ ડરામણો રહ્યો છે, પરંતુ હાલના ફૉર્મને જોતાં ભારતનું પલ્લું સાઉથ આફ્રિકા પર ભારે પડતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ સ્પિનરો સામે રમવામાં નબળી ગણાતી આ ટીમને કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ભારે પડી શકે એમ છે.

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ ૨૦૧૯માં અત્યાર સુધી પોતાની પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ અને બીજી મૅચમાં બંગલા દેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ હાર આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે મુશ્કેલી ઊભી કરી દેશે.

 

નોંધનીય છે કે આજે વરસાદ પડવાની તેમ જ વાદળિયા હવામાનની આગાહી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ઉપરાંત ત્રીજા ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર કુમારને રમાડવામાં આવશે એવી સંભાવનાને પણ નકારી ન શકાય. એવું જો થશે તો કુલદીપ અથવા ચહલમાંથી કોઈ એકને પડતો મૂકવામાં આવશે. ઑલરાઉન્ડર તરીકે ટીમમાં કેદાર જાધવ અથવા વિજય શંકરમાંથી કોઈ એકને રમાડાશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK