પાકિસ્તાન દિવસે PM મોદીએ પાઠવી શુભેચ્છા, પણ કાર્યક્રમનો થશે બહિષ્કાર

23 March, 2019 02:19 PM IST  | 

પાકિસ્તાન દિવસે PM મોદીએ પાઠવી શુભેચ્છા, પણ કાર્યક્રમનો થશે બહિષ્કાર

પાકિસ્તાન દિવસે PM મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. વર્ષો જુની પરંપરાને તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન દિવસ સમારોહમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે, તે મહાદ્વિપના લોકો લોકતાંત્રિક, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ક્ષેત્રમાં મળીને કામ કરે. માહોલ એવા બને જેમા આતંકવાદ અને હિંસાને કોઈ સ્થાન ન હોય.

પાકિસ્તાન સ્થિત ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન દિવસને લઈને થતા કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપશે નહી. આ સાથે જ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત સરકારના કોઈ પણ પ્રતિનિધિ હાજરી આપશે નહી. વારં વાર કહેવા છતા પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા અલગાવવાદી સંગઠન હુર્રિયત કોંન્ફરન્સને આમંત્રણ આપવામાં આવ્યુ છે અને આ જ કારણ છે ભારત કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપશે નહી. સામાનય રીતે વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.

 

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની: એક મોડેલથી સફળ રાજકારણી સુધીની સફર

 

ભારત તરફથી વારં વાર ના કહેવા છતા ગુરુવારે જ સ્પષ્ટ થયું હતું કે હુર્રિયતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવા સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ કૃષિ રાજ્ય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આ કાર્યક્રમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે આ વર્ષે પાકિસ્તાન દિવસના કાર્યક્રમમાં કોઈ પણ અધિકારીઓ સામેલ થશે નહી.

narendra modi imran khan pakistan india