13 December, 2023 09:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્યૂઝિનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
world`s top 100 food cuisines: ફૂડ ગાઈડ TasteAtlas દ્વારા બહાર પાડવામાં આવેલી વાર્ષિક યાદી અનુસાર ભારતીય ભોજન વિશ્વમાં શ્રેષ્ઠ 11મા ક્રમે છે.
ક્રોએશિયા સ્થિત ફૂડ ગાઈડ TasteAtlas એ 12 ડિસેમ્બરે વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓની વાર્ષિક યાદી બહાર પાડી. અલબત્ત, ભારતે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
world`s top 100 food cuisines: ઇટાલિયન ભોજન આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ જાપાન અને ગ્રીસ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યાં સુધી ભારતની વાત છે, તે યાદીમાં 11મા સ્થાને છે.
અહીં જુઓ ટેસ્ટએટ્લાસે ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલી આખી યાદી
પોર્ટુગલ (4), ચીન (5), ઈન્ડોનેશિયા (6), મેક્સિકો (7), ફ્રાન્સ (8), સ્પેન (9) અને પેરુ (10) ટોચના 10માં સ્થાન મેળવ્યું છે.
પ્રવાસ માર્ગદર્શિકા વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓની વાર્ષિક યાદી પણ બહાર પાડે છે. `બટર ગાર્લિક નાન` એ સાતમા સ્થાને ગૌરવપૂર્ણ એન્ટ્રી કરી.
world`s top 100 food cuisines: બ્રાઝિલના પિકાન્હા, મલેશિયાના રોટી કનાઈ અને થાઈલેન્ડના ફાટ કાફ્રોએ ટોચના ત્રણ સ્થાન મેળવ્યા છે. અન્ય ભારતીય એન્ટ્રીઓની વાત કરીએ તો, મુર્ગ મખાની (43) અને ચિકન ટિક્કા (47) પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
અગાઉ, TasteAtlas એ વિશ્વની 150 સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સના સંકલનમાં સાત ભારતીય ભોજનશાળાઓ પણ દર્શાવી હતી. મુરથલના અમરિક સુખદેવ ધાબા અને કોલકાતાની પીટર કેટ તેમાં દર્શાવવામાં આવ્યા હતા.
world`s top 100 food cuisines: ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વભરની કૂકિંગ કૂલિનરીની બેસ્ટ બ્રેડને માન્યતા આપતી એક યાદી બહાર પાડી ત્યારે તેમાં રોટી, બટર ગાર્લિક નાન, અમૃતસરી કુલચા સહિત 5 ભારતીય બ્રેડ સામેલ થઈ હતી.
ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વભરની કૂકિંગ કૂલિનરીની બેસ્ટ બ્રેડને માન્યતા આપતી એક યાદી બહાર પાડી છે. જો કે, આ યાદી બીજીવાર બહાર પાડવામાં આવી છે. આ વખતે વિશ્વની શ્રેષ્ઠ બ્રેડ (Popular Bread in World) માટેની આ યાદી છે. ઉલ્લેખનીય છે કે ઘણા બધા દેશોની 50 જેટલી બ્રેડનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા માટે ગર્વની વાત એ છે કે આ યાદીમાં પાંચ ભારતીય બ્રેડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
world`s top 100 food cuisines: બ્રેડ એ એક એવી વાનગી છે જે સમગ્ર વિશ્વમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. બ્રેડ ઘણા પ્રકારની હોય છે. જેમ કે ખમીરયુક્ત, બેખમીર, સાદી અથવા સ્ટફ્ડ વગેરે. હા, લગભગ આ દરેક પ્રકારની બ્રેડનો સ્વાદ ઉત્તમ હોય છે. ખાસ કરીને જ્યારે યોગ્ય વાનગીઓ સાથે પેયર બનાવવામાં આવે તો તો તે એક ઉત્તમ ડિશ બની જાય છે.
બ્રેડની વૈવિધ્યતા દરેક દેશમાં (Popular Bread in World) જોવા મળતી અસંખ્ય વેરાયટીમાં ઉપલબ્ધ છે. જો આપણે માત્ર ભારતની વાત કરીએ તો આપણને વિવિધ કદ, ટેક્સચર અને સ્વાદ સાથે બ્રેડની ઘણી મોટી રેન્જ જોઈ શકીએ છીએ. રોટલીથી લઈને નાન સુધી આપણને બ્રેડ ગમે છે અને વિશ્વ પણ તેની પ્રશંસા કરે છે એમાં કોઈ જ બેમત નથી.
આ વિશ્વની શ્રેષ્ઠ બ્રેડ (Popular Bread in World)ની યાદીમાં બટર ગાર્લિક નાનને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે, બટર ગાર્લિક નાન અગાઉ ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્વની 50 શ્રેષ્ઠ ફ્લેટબ્રેડમાં પણ પસંદગી પામ્યું હતું. તેને તે વખતની યાદીમાં બીજા સ્થાને મૂકવામાં આવ્યું હતું. લસણના સ્વાદ અને માખણથી સ્વાદિષ્ટ એવી આ નાન એ નિઃશંકપણે આપણે અત્યાર સુધી સૌથી સ્વાદિષ્ટ બ્રેડમાંથી એક માનવામાં આવે છે.
જો કે, પ્લેન નાનને પણ અગાઉની યાદીમાં ચોથું શ્રેષ્ઠ ફ્લેટબ્રેડ જાહેર કરવામાં આવ્યું હોવાથી તે યાદી (Popular Bread in World)માં 8મા નંબરે સામેલ કરવામાં આવ્યું છે. નાનની આપણે વાત કરી હવે વાત કરીએ પરાઠાની. પરાઠાએ પણ બંને યાદીમાં સ્થાન મેળવ્યું છે. પહેલી યાદીમાં તો એ હતું જ સાથે હવે જે ઉત્તમ બ્રેડની લિસ્ટ બહાર પડી છે તેમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ જરૂરી નાસ્તાનો સ્વાદ તો તેને ચાખનાર દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે.