જોઈએ છે મેટ્રોની ટિકીટ તો કરો 30 seat-ups

02 July, 2019 05:47 PM IST  | 

જોઈએ છે મેટ્રોની ટિકીટ તો કરો 30 seat-ups

હેલ્થ અવેરનેશ માટે અનોખો પ્રોગ્રામ

આજકાલ લોકો સ્ટ્રેસ વાળી લાઈફ જીવી રહ્યા છીએ જો કે સ્વાસ્થ્યને સારી રાખવા નવા નવા પ્રયત્નો કરતા હોય છે. સ્વાસ્થ્ય સારુ રાખવા માટે લોકો મોર્નિંગ વૉક, જિમિંગ કરતા હોય છે ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાના સ્વાસ્થ્ય માટે બિલકુલ બેદરકાર હોય છે. આવા લોકો પોતાના સ્વાસ્થ્યની કદર કરતા નથી. આ પ્રકારના લોકો માટે રશિયામાં સરકાર જાગી છે. રશિયા સરકારે સાર્વજનિક રીતે લોકોને સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલુ ભર્યું છે. રશિયામાં મેટ્રોમાં સરકારે સફર કરવાની ટિકીટ માટે શરત રાખી છે અને આ શરત છે કે મશીન સામે 30 સીટ-અપ્સ કરવા. રશિયાના પાટનગર મોસ્કોમાં મેટ્રો સ્ટેશન પર જો તમારે ટિકીટ લેવી હોય તો આ પહેલા તમારે સ્ટેશન પર લાગેલ મશીન સામે 30-30 સીટ-અપ્સ કરવાના રહેશે.

મોસ્કોમાં સરકારે લોકોના સ્વાસ્થ્ય માટે એક અનોખુ ઈનિસિએટ લીધુ છે. લોકોને ફિટ રાખવા માટે સરકારે મેટ્રો ટિકીટ વેન્ડિંગ મશીનમાં અજીબ સિસ્ટમ સેટ કરી છે. આ મશીન મુસાફરને ત્યારે જ ટિકીટ આપે છે જ્યારે મુસાફર આ મશીન સામે ઉભા રહીને 30 સીટ-અપ્સ ના કરે. જો તમે આ મશીન સામે સીટ-અપ્સ નહી કરે તો તમને મેટ્રોની ટિકીટ મળશે નહી.

આ પણ વાંચો: ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

વિદેશમાં સરકારો અને પ્રાઈવેટ કંપનીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતા હોય છે. હાલમાં જ એક વિદેશી કંપનીએ તેના કસ્ટમર્સને ઓફર આપી હતી કે, તે દરરોજ 10,000 ડગલા ચાલશે તો બેન્ક તેમના રૂપિયા પર 21 ટકા વ્યાજ આપશે.

health tips gujarati mid-day