09 September, 2025 12:22 PM IST | Australia | Gujarati Mid-day Online Correspondent
એક્ટ્રેસ નવ્યા નાયર અને ઑસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત વસ્તુઓની પ્રતીકાત્મક તસવીરો
તાજતેરમાં જ મલયાલી એક્ટ્રેસ નવ્યા નાયરને ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરવા બાબતે ઑસ્ટ્રેલિયામાં લાખ રૂપિયાનો દંડ ભરવાની નોબત (Australia Customs Rules) આવી હતી. જોકે, નવ્યા એ બાબતથી અજાણ હતી કે ત્યાં ફૂલોનો ગજરો રાખવો ગેરકાનૂની ગણાય છે. પણ, તમે જો અહીં ટ્રાવેલ કરવાના હોવ તો તમારે એ જાણી લેવું જોઈએ કે ઑસ્ટ્રેલિયામાં કઈ વસ્તુ પર પ્રતિબંધ છે, જેથી નવ્યાવાળી ન થાય.
એક્ટ્રેસ સાથે શું બન્યું હતું?
તમને જણાવી દઈએ કે નવ્યા ઓણમના કાર્યક્રમમાં ભાગ લેવા ઑસ્ટ્રેલિયા ગઈ હતી. જેમાં તેણે ટ્રેડિશનલ લૂક પસંદ કર્યો હતો. તેણે ચમેલીના ફૂલનો ગજરો પોતાના વાળમાં ગુંથ્યો હતો. પરંતુ તેને આ બાબતે મેલબર્ન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અટકાવવામાં (Australia Customs Rules) આવી હતી. એટલું જ નહીં તેને એક લાખનો દંડ પણ ભરવો પડ્યો હતો. નવ્યાને દંડ ભરવો પડ્યો હતો કારણ કે તેણે પંદર સેન્ટિમીટર લાંબો ચમેલીના ફૂલનો ગજરો વાળમાં ગુંથ્યો હતો. જે ઑસ્ટ્રેલિયન રિવાજ પ્રમાણે પ્રતિબંધિત છે.
શા માટે ઑસ્ટ્રેલિયામાં ચમેલીના ફૂલ અને બીજી વસ્તુઓ પર પ્રતિબંધ છે?
ઑસ્ટ્રેલિયા દેશમાં ઇકોસિસ્ટમની સુરક્ષા પર ભાર મુકાય છે. આ દેશમાં જૈવ સુરક્ષા માટે કડક કાયદાઓ છે. ઑસ્ટ્રેલિયામાં તાજાં કે સૂકાઈ ગયેલાં કોઇપણ ફૂલોને જોખમી જ ગણવામાં આવે છે. અહીં આ ફૂલોને જીવાત અને છોડના રોગોનું કારણ માનવામાં (Australia Customs Rules) આવે છે. માટે તેના પર પ્રતિબંધ મુકાયો છે. ઑસ્ટ્રેલિયાના કસ્ટમ વિભાગ તરફથી પણ નિયમિતપણે આવી વસ્તુઓ પર કડક નજર હોય છે અને એ દેખાય તો જે તે વ્યક્તિને દંડ પણ ભરવો પડે છે.
શું શું પ્રતિબંધિત છે આ દેશમાં
- તાજાં કે સૂકાઈ ગયેલાં ફૂલો, ફળો અને શાકભાજી
- હર્બ્સ, કાચાં નટ્સ, બીજ અને મસાલા
- રાઈસ અને રાંધેલો ખોરાક
- ડેરી ઉત્પાદનો અને રસગુલ્લા, ગુલાબ જામુન, મૈસૂર પાક, સોન પાપડી, બર્ફી, પેંડા અને રસમલાઈ જેવી ઇન્ડીયન મીઠાઈઓ
- ચાપત્તી અને મધ
- પીંછાં, હાડકાં, પ્રાણીઓની સ્કિન અને પેટ ફૂડ
- વનસ્પતિ કે પશુઘટકોમાંથી બનેલ ઔષધો
- ફ્લાઇટ્સ અથવા ક્રૂઝ જહાજો પર પીરસવામાં આવતું ભોજન પણ ચેકિંગ વગર લઈ જઈ શકાતું નથી
- લોહરી અને રક્ષાબંધન જેવા તહેવારને લઇ સૂતરના તાંતણાઓની પણ અલાયદી સૂચિ છે.
- ડાઉન જેકેટ, રજાઇ, ગાદલા અને પીંછા લટકતાં હોય એવી સ્લીપિંગ બેગ માટે પણ પરમિશન લેવી જરૂરી છે.
જો તમે આમાંથી કશું પણ આ દેશમાં લઇ જાવ છો અને તો તે માલ જપ્ત (Australia Customs Rules) કરવામાં આવે છે. પેસેન્જર પાસેથી ત્યાં ને ત્યાં જ દંડ ભરવો પડે છે. જો તમે કોઈ ઈરાદા સાથે આ વસ્તુ લાવ્યા હોવાનું જણાય છે તો વિઝા રદ કરાય છે. જેલ સુધીની સજા પણ ભોગવવી પડે છે.