માત્ર 36 કલાકમાં મૃત્યુ પામી શકે છે 8 કરોડ લોકો, આ છે સૌથી ખતરનાક વાઈરસ

18 September, 2019 07:12 PM IST  |  દિલ્હી

માત્ર 36 કલાકમાં મૃત્યુ પામી શકે છે 8 કરોડ લોકો, આ છે સૌથી ખતરનાક વાઈરસ

 

વિશ્વ સામે સૌથી મોટો પડકાર આવી રહ્યો છે. આ પડકાર હવામાં ફેલાતો એક ખતરનાક વાઈરસ હશે, જે આવવાની સાથે જ 36 કલાકમાં આખી દુનિયામાં ફેલાઈ જશે. તેને કારણે દુનિયામાં 8 કરોડ જેટલા લોકોના મોત થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના પૂર્વ પ્રમુખે આ એલર્ટ જાહેર કર્યુ છે. તેમણે અત્યાર સુધીના સૌથી ખતરનાક ફ્લૂ વિશે માહિતી આપી છે. WHOએ પણ આ માટે તૈયાર રહેવા કહ્યું છે.

નિષ્ણાતોના મત અનુસાર એક સદી પહેલા 1918માં સ્પેનિશ ફ્લૂ મહામારીએ દુનિયાની વસ્તીના એક તૃતિયાંશ હિસ્સાને રોગિષ્ટ કર્યો હતો. આ પ્લૂના કારણે તે સમયે 5 કરોડ લોકોના મોત થયા હતા. હવે જે ફ્લૂ આવવાનો છે, તે સ્પેનિશ ફ્લૂ કરતા અનેકગણો ખતરનાક છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ ફ્લૂ એટલા માટે વધુ ખતરનાક છે, કારણ કે સ્પેનિશ ફ્લૂની સરખામણીમાં આજના સમયમાં દુનિયામાં લોકો ઝડપથી એક દેશથી બીજા દેશમાં પહોંચી રહ્યા છે. આ રીતે આવનારો ફ્લૂ પહેલા કરતા વધુ ખતરનાક સાબિત થશે અને માત્ર 36 કલાકમાં જ આખી દુનિયામાં ફેલાઈ જશે.

તમામ દેશોએ આપ્યું એલર્ટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ ચીફના નેતૃત્ત્વવાળી કમિટી 'ધ ગ્લોબલ પ્રીપર્ડનેસ મોનિટરિંગ બોર્ડ'ના નિષ્ણાતોએ પોતાનો રિપોર્ટ આપીને તમામ દેશના નેતાઓને બચાવ માટે જરૂરી પગલા લેવા કહ્યું છે. બોર્ડે બુધવારે જાહેર રિપોર્ટમાં કહ્યું છે કે આખી દુનિયામાં ફેલાનારી આ મહામારી વિશેની ચેતવણી વાસ્તવિક છે.

બચવાના ઉપાયો પૂરતા નથી

નિષ્ણાતો અનુસાર ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે તે ફ્લૂ ખૂબ જ ખતરનાક છે. તે 10 કરોડ લોકોને ભરખી શકે છે. સાથે જ કેટલાક દેશોની અર્થ વ્યવસ્થા બગડવાની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા પર પણ જોખમ સર્જાઈ શકે છે. નિષ્ણાતોએ પોતાના રિપોર્ટને 'અ વર્લ્ડ એટ રિસ્ક' નામ આપ્યું છે, જેમાં કહેવાયું છે કે આ વાઈરલ ઈબોલાની જેમ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઈબોલા જેવા ઘાતક વાઈરલનો ખતરો જોતા હાલના સમયમાં જે પ્રયત્ન કરાઈ રહ્યા છે તે અપૂરતા છે.

GPMBએ આપ્યું એલર્ટ

ઉલ્લેખનીય છે કે આ ખતરનાક વાઈરસનું એલર્ટ આપનારી સંસ્થા GPMBનું નેતૃત્ત્વ નોર્વેના પૂર્વ વડાપ્રધાન અને WHOના ડિરેક્ટર ડૉ. ગ્રોહાર્લેમ બ્રુન્ડલેન્ડ અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ ઉપરાંત રેડ ક્રીસેન્ટ સોસાયટીઝના મહાસચિવ અલ્હદજ અસ સય કરી રહ્યા છે. સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં તેમણે કહ્યું છે કે આ પહેલા આ ખતરનાક પ્લૂ વિશે તૈયાર કરાયેલા રિપોર્ટને વિશ્વના નેતાઓએ અવગણ્યો હતો. જો કે WHOએ પણ આ રિપોર્ટને માન્યતા આપી છે.

મેપ દ્વારા બતાવ્યું કયા દેશોને છે ખતરો

સંસ્થાએ ખતરનાક ફ્લૂની સાથે તેનો શિકાર થઈ શકે તેવા દેશોનો એક મેપ પણ દર્શાવ્યો છે. આ મેપ નવા વિક્સી રહેલા વાીરસના ખતરાને જુદી જુદી કેટેગરીમાં વિભાજિત કરીને બતાવે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાંચ ખતરનાક ફ્લૂ ઈબોલા, ઝીકા અને નિપા જેવા વાઈરસ વિશ્વ પર હુમલો કરી ચૂક્યા છે. આ ઉપરાં વેસ્ટ નીલ વાઈરસ, એન્ટીબાયોટિક પ્રતિરોધક, ખસરા, જલદ ફ્લેસિડ માયલાઈટિસ, પીળો તાવ, ડેન્ગયુ, પ્લેગ, હ્યુમન મંકીપોક્સ પણ દુનિયાના સૌથી ખતરનાક વાઈરસોમાં સામેલ છે.

GPMBનો રિપોર્ટ

GPMBના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે અત્યાર સુધીનો આ સૌથી ખતરનાક વાઈરસ 8થી 10 કરોડ લોકોનો જીવ લઈ શકે છે. આ વાઈરસ શ્વાસ દ્વારા હવામાં ઝડપથી ફેલાશે અને મહામારી બની જશે. જેના કારણએ વિશ્વની 5 ટકા અર્થવ્યવસ્થાને પણ અસર થશે. દુનિયા આ ખતરાને પહોંચી વળવા તૈયાર નથી. ખાસ કરીને ગરીબ દેશોમાં આરોગ્યલક્ષી વ્યવસ્થા પડી ભાંગી શકે છે.

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

WHOએ આપ્યું હતું એલર્ટ

આ રિપોર્ટને માન્યતા આપતા WHOના ડિરેક્ટર ટેડ્રોસ એડનોમ ઘિબેયિયસે તમામ દેશોની સરકારને અપીલ કરી છે કે આ પ્રકારની બીમારી સામે લડવા માટે પૂરતી તૈયારી કરી લે. તેમણે કહ્યું કે આ જ તક છે જ્યારે જી-7, જી-20, જી 77માં સામેલે દેશો બાકીના વિશ્વ માટે ઉદાહરણ બની શકે છે.

 

health tips world health organization news