એવુ તે શું થયું કે મહિલા કારચાલકે પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી દીધો?

12 May, 2020 05:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

એવુ તે શું થયું કે મહિલા કારચાલકે પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી દીધો?

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કારમાં જતી મહિલાને રોકીને પોલીસે તેની પાસે ગાડીના કાગળીયા માંગ્યા ત્યારે મહિલાએ પોલીસ સબ ઈન્સપેક્ટર સાથે મારામારી કરી હતી. તેમજ એક પોલીસ કર્મચારીને લાફો મારીને મહિલાએ તેના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને તેને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બલોલનગર ચાર રસ્તા પાસે પોલીસે ફરનાશ યસદી દીનશાવ નામની મહિલા કારચાલકને રોકીને તેની પાસે ગાડીના દસ્તવેજો માંગ્યા હતા. પરંતુ તેની પાસે દસ્તાવેજો ન હોવાથી પોલીસે કાર ડિટેઈન કરવાનું કહ્યું હતું. એટલે ફરનાશ ઊશ્કેરાઈ ગઈ હતી અને ગાડીમાંથી બહાર આવીને પોલીસ કર્મચારી દશરથભાઈને લાફા ઝીંકી દીધા હતા. ત્યારે મહિલા પોલીસ કર્મચારી અને પોલીસ સબ ઈન્સપેક્ટર (PSI) કે.એન.સોલંકી તેને રોકવા ગયા ત્યારે ફરનાશે સોલંકી સાથે ઝપાઝપી કરીને તેમની વરદી ફાડી નાખી હતી તેમજ કોલર પણ પકડયો હતો. સાથે ફરનાશે ધમકી પણ આપી હતી કે, આજે ખાલી વરદી ફાડી છે પરંતુ હવે વરદી ઉતારી નાખીશ.

ફરનાશની તાત્કાલિક અટક કરવામાં આવી હતી અને તેની વિરુધ્ધ આઈપીસીની વિવિધ કલમો જેમ કે પોલીસ સાથે મારામરી, ફરજમાં રૂકાવટ, વગેરે હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તેને કોરોનાના ટેસ્ટ માટે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

ફરનાશ મૂળ મુંબઈની રહેવાસી છે. પરંતુ પતિ સાથે છુટાછેડા થયા બાદ તે ન્યૂ રાણીપ રહેવા આવી ગઈ હતી. અત્યારે તે અમદાવામાં એકલી જ રહે છે. 

gujarat ahmedabad Crime News