ગુજરાતમાં નવેમ્બરના અંત પહેલાં જ શિયાળો શરૂ

27 November, 2022 09:36 AM IST  |  Ahmedabad | Rashmin Shah

ગઈ કાલે નલિયા ૧૦.૧ ડિગ્રીએ પહોંચી જતાં ગુજરાત હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી કે હવે ઉત્તરીય પવનો શરૂ થઈ ગયા છે

ફાઇલ તસવીર

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની શરૂઆત ડિસેમ્બર મધ્યથી થતી હોય છે અને ડિસેમ્બર-એન્ડ સુધીમાં એ પીક પર પહોંચતો હોય છે, પણ આ વખતે ઉત્તરીય પવનો વહેલા આવવાનું શરૂ થઈ જતાં નવેમ્બરથી જ શિયાળો શરૂ થઈ ગયો અને ગઈ કાલે ગુજરાત હવામાન વિભાગે એની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.

છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતનું તાપમાન દરરોજ એકથી ત્રણ ડિગ્રી જેટલું ઘટતું હતું, જેને લીધે રવિવારે જે શહેરોમાં લઘુતમ તાપમાન ૨૫થી ૩૦ ડિગ્રી વચ્ચે હતું એ શહેરોમાં ગઈ કાલે તાપમાનનો આંક ૧૦થી ૧૫ ડિગ્રી જેટલો નીચે આવી ગયો હતો. એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સાંજ પડતાં સુધી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થવા માંડ્યો હતો. ઠંડીમાં હંમેશાં મોખરે રહેતા કચ્છના નલિયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન ૧૦.૧ ડિગ્રીએ પહોંચ્યું હતું, તો ડીસા ૧૩ ડિગ્રી, જૂનાગઢ ૧૩. ૪ ડિગ્રી, અમરેલી ૧૪ ડિગ્રી, રાજકોટ ૧૪.૯ ડિગ્રી અને ભાવનગર ૧પ ડિગ્રીએ રહ્યું હતું.

gujarat gujarat news Weather Update Rashmin Shah