છઠ્ઠી વખત ગુજરાત સર કરશે બીજેપી

08 December, 2022 08:54 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત પહેલાંથી બીજેપીએ ૧૫૦થી વધુ બેઠકો જીતવાનું નક્કી કર્યું હતું અને મૅક્સિમમ બેઠકો જીતીને રેકૉર્ડબ્રેક કરવાનું લક્ષ્ય રાખ્યું છે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૦૨ની ચૂંટણીને બાદ કરતાં ચાર ચૂંટણીમાં બીજેપીની બેઠકો ઓછી થતી ગઈ છે, છતાં સતત વિજય મળતાં બીજેપીએ ગુજરાતનો ગઢ જાળવી રાખ્યો છે ત્યારે આ વખતે પણ ઓછા મતદાન વચ્ચે પણ બીજેપી પોતાનો ગઢ અને મૉડલ સ્ટેટમાં વિજયની ડબલ હૅટ-ટ્રિક કરીને સતત છઠ્ઠી વાર પણ સત્તાનાં સૂત્રો હાંસલ કરશે કે કેમ એની પર નજર મંડાયેલી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત પહેલાંથી બીજેપીએ ૧૫૦થી વધુ બેઠકો જીતવાનું નક્કી કર્યું હતું અને મૅક્સિમમ બેઠકો જીતીને રેકૉર્ડબ્રેક કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

gujarat gujarat news gujarat election 2022