જાણો કેમ વિદેશી યુવકે આપ્યા વાળ કાપવાના 30,000 રુપિયા

16 February, 2019 07:56 AM IST  |  અમદાવાદ | દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી

જાણો કેમ વિદેશી યુવકે આપ્યા વાળ કાપવાના 30,000 રુપિયા

મંગીલાલને 20 રૂપિયાના બદલામાં 30 હજાર ચૂકવ્યા

અમદાવાદમાં આવેલા સીજી રોડ નજીક છેલ્લા 10 વર્ષથી ફૂટપાથ પર એક ખુરશી અને જરૂરી સામાન સાથે વાળંદ તરીકે કામ કરતા સામાન્ય પરિવારના માંગીલાલ નાઈને નોર્વેના યુવાનના રૂપમાં ભગવાનથી મુલાકાત થઇ ગઈ. જી હા, શોધવાથી તો ભગવાન નથી મળતા, પરંતુ ભગવાન ક્યાં, કોને અને કયા અવતારમાં મળી જાય તે સમજવું અને કહેવું મુશકેલ છે. નોર્વેના હેરાલ્ડ બલ્ડર નામના યુવકના માંગીલાલે વાળ કાપ્યા અને આ યુવકે મંગીલાલને 20 રૂપિયાના બદલામાં 30 હજાર ચૂકવ્યા. બીજીવાર હેરાલ્ડ દાઢી કરાવવા પહોંચ્યો, તો માંગીલાલે નાં લીધા રૂપિયા અને થેપલા ખવડાવીને માન્યો આભાર...

નોર્વેના હેરાલ્ડ બલ્ડર નામનો યુવક જો ઈચ્છત તો કોઈ મોટી એસીવાળી વાળંદની દુકાનમાં જઈને વાળ કપાવી શકતો હતો. પરંતુ તેણે સીજી રોડ નજીક આવેલા ફૂટપાથ પર એક ખુરશી અને જરૂરી સામાન સાથે છેલ્લા 10 વર્ષથી વાળંદનું કામ કરતા માંગીલાલ પાસે વાળ કપાવવાનું નક્કી કર્યું. જ્યારે આ હેરાલ્ડ માંગીલાલ પાસે પહોંચ્યો ત્યારે તેણે માંગીલાલને તેના વાળ કાપવા માટે કહ્યું. પરંતુ શરૂઆતમાં માંગીલાલ સમજી નાં શક્યો. બાદમાં હેરાલ્ડની વાત સમજ્યા બાદ તેણે હેરાલ્ડના વાળ કાપ્યા હતા. તે સમય દરમિયાન હેરાલ્ડે એક વીડિયો બનાવ્યો, જેમાં માંગીલાલ તેના વાળ કાપતો હતો.

વાળ કપાઈ ગયા બાદ હેરાલ્ડે જ્યારે માંગીલાલ પાસેથી રૂપિયા અંગે પૂછ્યું તો તેણે માત્ર 20 રૂપિયા આપવા માટે કહ્યું. પરંતુ હેરાલ્ડ પણ માંગીલાલની ભાષા ના સમજી શક્યો. આખરે ૨ હજારની નોટ કાઢીને તેને આપી. પરંતુ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિની મદદથી માંગીલાલાએ હેરાલ્ડને માત્ર 20 રૂપિયા જ આપવા જણાવ્યું. ત્યારે હેરાલ્ડ માંગીલાલની ઈમાનદારી જોઈને અવાક રહી ગયો. જેને લઈને હેરાલ્ડે કહ્યું કે, જો માંગીલાલ ઈચ્છત તો તેનાથી 20ના બદલે વધુ રૂપિયા લઈ શક્યો હોત, પરંતુ તેણે ઈમાનદારી ન છોડી અને માત્ર 20 રૂપિયા જ તેની પાસેથી માંગ્યા. ફૂટપાથ પર વાળ કાપતા આ વાળંદની ઈમાનદારી જોઇને નોર્વેના હેરાલ્ડે તેને 100, 200, 500 અને 1000 નહિ, પરંતુ પૂરા 30,000 રૂપિયા આપ્યા અને તેને વાળ કાપવા માટે જરૂરી સામાન ખરીદવા માટે પણ જણાવ્યું.

 

આ પણ વાંચો: Avengers:Endgame એપ્રિલમાં થશે રિલીઝ, તમિલમાં આ જાણીતા લેખક લખશે ડાયલોગ

 

અચાનક જ 20 રૂપિયાના બદલે 30,000 રૂપિયા મળ્યાની માંગીલાલની ખુશીનો પાર ન હતો. પરંતુ ફૂટપાથ પર કામ કરતા માંગીલાલે ક્રીમ જેવી સામાન્ય વસ્તુઓ વસાવી. વર્ષ 2009થી વાળંદનું કામ કરતો માંગીલાલ તેની પત્ની, 14 વર્ષનો પુત્ર અને 6 વર્ષની પુત્રી સાથે દર મહીને 6 હજાર રૂપિયા ભાડું ચૂકવીને શિવરંજની નજીક રહે છે. તેની મહિનાની કમાણી લગભગ 15,000 રૂપિયા છે. રૂપિયા 20ના બદલે 30,000 મળતા નોર્વેના યુવકનો આભાર પણ તેણે માન્યો અને હેરાલ્ડને બીજા દિવસે તેણે થેપલા પણ ખવડાવ્યા હતા.

ahmedabad