Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers:Endgame એપ્રિલમાં થશે રિલીઝ, તમિલમાં આ જાણીતા લેખક લખશે ડાયલોગ

Avengers:Endgame એપ્રિલમાં થશે રિલીઝ, તમિલમાં આ જાણીતા લેખક લખશે ડાયલોગ

15 February, 2019 03:23 PM IST |

Avengers:Endgame એપ્રિલમાં થશે રિલીઝ, તમિલમાં આ જાણીતા લેખક લખશે ડાયલોગ

એપ્રિલમાં થશે રિલીઝ Avengers: Endgame

એપ્રિલમાં થશે રિલીઝ Avengers: Endgame


સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ એ આર મુરૂગદાસ અત્યારે રજનીકાંતની આગામી ફિલ્મના પ્રિ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. હવે મુરૂગદાસ Avengers:Endgame માટે કામ કરશે, મુરૂગદાસ તમિલના જાણીતા લેખક અને ડિરેક્ટર છે તે હવે Avengers :Endgameના તામીલ વર્ઝન માટે ડાયલોગ્સ લખશે.

Avengers:Endgame 26 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તમિલ વર્ઝન સાથે એક જાણીતુ નામ જોડાઈ ગયું છે માર્વેલની સુપર હિરો સિરીઝને લઈને મેકર્સે સાઉથના લોકોને કનેક્ટ કરવા ખાસ જવાબદારી મુરૂગદાસને સોપી છે. મુરૂગદાસ તેમના મસાલેદાર ડાયલોગ્સ અને પંચલાઈન્સ માટે જાણીતા છે, સાથે જ તેમને આકર્ષક લાઈન્સ લખવા માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મની ફ્રેન્ચાઈઝીમાં રોબર્ટ ડાવને જુનિયર, ક્રિસ હેમસ્વર્થ, સ્કારલેટ જોન્સન પણ જોવા મળશે.



જણાવી દઈએ કે, એ આર મુરૂગદાસે તમિલ અને હિન્દીમાં ઘણી મોટી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મોમાં ગજની, અકીરા, હોલીડે જેવી મોટી ફિલ્મો સામેલ છે. માર્વેલ અને તેના સુપર હિરોઝ લોકોના દિલ સાથે બોક્સ ઓફિસ પર પણ છવાયા છે. ફિલ્મની સિક્વલ એપ્રિલમાં આવી રહી છે ત્યારે માર્વેલના ફેન્સ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.


 

આ પણ વાંચો: Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ


 

ફિલ્મના ટ્રેલર સુપરહીરો કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, આયર્ન મેન, હૉક દુનિયાને બચાવવા માટે ચિંતિત દેખાય છે. ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે કે ફિલ્મના વિલન થૅનોસ અડધી દુનિયાને ખતમ કરી નાખી છે અને સુપર હિરોઝ સામે લડવા સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. જોવાનું એ રહેશે કે એવેન્જર્સ દુનિયાને કઈ રીતે રોકશે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 03:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK