જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુ-પક્ષીઓ સહિત સફેદ વાઘ-સિંહ-દિપડા લવાયા

31 October, 2019 12:30 PM IST  |  Kevadiya

જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુ-પક્ષીઓ સહિત સફેદ વાઘ-સિંહ-દિપડા લવાયા

Kevadiya : સરદાર પટેલની 144 મી જન્મ જયંતી પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નર્મદા બંધ પાસે આવેલા જંગલ સફારી પાર્કને આવનારા સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. જેને પગલે સફારી પાર્કને તૈયાર કરવા માટે તડામાર કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારી અધિકારી પાસેથી મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 5 મહિનામાં 50% થી વધુ કામ પુર્ણ થઇ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારીના કામ પર ખાસ નજર રાખી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સરદાર પટેલની જન્મજયંતી પર ગુજરાતની મુલાકાતે છે અને દરમ્યાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સફારી જંગલની કામગીરીને લઇને સચિવ રાજીવ ગુપ્તા અને ડૉ. શશીકુમારની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.


જંગલ સફારીમાં વિદેશી પશુ- પક્ષીઓને લાવવામાં આવ્યા
મળી રહેલ માહિતી પ્રમાણે કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહિતના પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝુમાંથી સફેદ વાઘ, સિંહ, દિપડો સહિતના હિંસક પ્રાણીઓ પણ લાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

વિવિધ ઝોનમાં 189 પ્રજાપતિના 1500થી વધુ પશુ-પક્ષીઓ રાખવામાં આવશે
વિશ્વમાં પ્રથમ એવું આ જંગલ સફારી બનશે કે, જ્યાં નેચરલ વાઈલ્ડ જોવા મળશે દેશી અને વિદેશી પશુ પક્ષી જોવા મળશે. 189 પ્રજાતિના 1500થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રાખવામાં આવશે. જ્યારે વિદેશી ઔરંગ ઉટાન, ચોરેક્સ, આલ્ફા લામા, એમ્પાલા પ્રજાતિના પ્રાણીઓ ભારતમાં ક્યાંય નથી. જે અહીં પ્રવાસીઓને જોવા મળશે. 12 વિવિધ પ્રજાતિના તો હરણ હશે.

gujarat statue of unity