પશ્ચિમ રેલવે દોડાવશે વિશેષ ટ્રેન, મુસાફરોની હાલાકી થશે ઓછી

30 June, 2019 12:28 PM IST  |  અમદાવાદ

પશ્ચિમ રેલવે દોડાવશે વિશેષ ટ્રેન, મુસાફરોની હાલાકી થશે ઓછી

પશ્ચિમ રેલવે દોડાવશે વિશેષ ટ્રેન

મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ગાંધીધામ-અમદાવાદ-ભાગલપુર સુપરફાસ્ટ સ્પેશિયલની 30 ટ્રિપ વધારવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09451 અને 09452 વીકલી સ્પેશિયલ ખાસ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09451, ગાંધીધામ-ભાગલપુર વિકલી સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવારે સાંજે પાંચ વાગ્યેને 40 મિનિટે ઉપડશે અને રવિવારે સાંજે સવા આઠે ભાગપુર પહોંચશે. આ ટ્રેન જુલાઈ પાંચ થી ઓગસ્ટ સોળ સુધી ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ વીકલી સ્પેશિયલ ટ્રેન ભાગપુરથી દર સોમવારે સવારે સાડા છ વાગ્યે નીકળશે અને ગાંધીધામ બુધવારે સવારે 8 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 8 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી ચાલશે.

આ પણ વાંચોઃ 1 જુલાઇથી અમદાવાદથી ઉપડતી 42 ટ્રેનોના સમય બદલાયા

ટ્રેનમાં AC 2-Tier, AC-3 Tier, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. રેલવેએ અઠવાડિયામાં એકવાર વેરાવળ-ઝાંસી એક્સપ્રેસ ચલાવવાનું પણ નક્કી કર્યું છે. આ ટ્રેન અમદાવાદ નહીં આવે તે વિરમગામથી મહેસાણા જશે.

western railway gujarat ahmedabad