આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાંની આગાહી, ઘટશે ગરમી

09 May, 2019 03:37 PM IST  |  ગાંધીનગર

આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાંની આગાહી, ઘટશે ગરમી

ભર ઉનાળે વરસાદની આગાહી

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમી ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.

આ પણ વાંચોઃ રાજકોટઃ ચોકીદાર પિતાના પુત્રએ બોર્ડમાં મેળવ્યા 99.22 PR

હવામાન વિભાગે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે આ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.

gujarat news