ભાવનગરમાં લૂ લાગવાથી 1નું મોત, અમદાવાદમાં રેડ એલર્ટ

09 June, 2019 06:34 PM IST  |  ગુજરાત

ભાવનગરમાં લૂ લાગવાથી 1નું મોત, અમદાવાદમાં રેડ એલર્ટ

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં એક તરફ ચોમાસાની રાહ જોવાઇ રહી છે, તેવામાં રાજ્યમાં ગરમીને કારણે થતાં મરણાંકની સંખ્યામાં વધુ એકનો ઉમેરો થયો છે. ગુજરાતમાં ગરમી સતત વધતી જાય છે ત્યાર ભાવનગરમાં લૂને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતમાં 13 જૂનની આસપાસ ચોમાસું આવી શકે છે, પરિણામે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે પણ તે પહેલા જે આકરો તાપ સહેવાનો છે ત્યારે જાણે લોકો હામ હારી રહ્યા હોય તેમ લૂને કારણે મરણાંકમાં વધારો થયો છે.

હીટવેવની સ્થિતિ વચ્ચે સતત ગરમીનો પારો ઊંચે ચડતો જોવા મળે છે. રાજ્યના ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગુજરાતના જુદા જુદા શહેરોમાં તાપમાન જુદુ જુદુ હતું, પણ ગરમીને કારણે લોકો બધે જ ત્રાહિમામ પોકારી રહ્યા હોય તેવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી. એવામાં ગરમીનો પારો હજી વધુ ઊંચે જવાની આશંકા સાથે લોકોને કામ વિના બહાર નીકળવાની મનાઇ કરવામાં આવી હતી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં એક ગરમીને કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી પ્રમાણે ભવનગરના કુંભારવાડા વિસ્તારના વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા અલંગના ડેલામાં કામ કરતા સમયે એક મજૂરને લૂ લાગતા બેભાન થઇ ગયો હતો. બેભાન થઇને જમીન પર પડી ગયો હોવાથી આસપાસના લોકોએ તરત જ 108ને જાણ કરી. ઘટના સ્થળે પહોંચી 108ના સ્ટાફ દ્વારા જ્યારે તેની તપાસ કરવામાં આવી દરમિયાન તે મૃત્યુ પામ્યો હોવાનું ડૉક્ટરે જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે ગરમીથી તપી રહેલા ભારતમાં હિટવેવના કારણે હાહાકાર છે. લોકો ઘરની બહાર જ નહીં પણ ઘરમાં પણ પરેશાન છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યો હિટવેવની ચપેટમાં આવી ચૂક્યાં છે. ભીષણ ગરમીના પગલે ભારતમાં ૩૦થી વધુનાં મોત થયાં છે અને સેંકડો લોકો બીમાર પડ્યા છે.

આ પણ વાંચો : રાજ્યભરમાં આગઝરતી ગરમી યથાવત: હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ

એવામાં સારા સમાચાર એ છે કે ગુજરાતમાં 13 જૂન આસપાસ વરસાદની આગાહી ૧૩ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. શુક્રવારથી પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં બે-ત્રણ દિવસની ગરમી બાદ ચોમાસાની શરૂઆત થઈ જશે.

bhavnagar gujarat rajkot ahmedabad