રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

12 January, 2019 07:44 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

તસવીર સૌજન્ય (હવામાન વિભાગ)

એક તરફ રાજ્યમાં ઠંડી પોતાની તાકાત બતાવી રહી છે, બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં કચ્છ સહિત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ ઠંડી પણ વધે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

ગુજરાતમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યં છે. ઉત્તર ભારતમાં બર્ફીલા વાતાવરણને કારણે પહેલાથી જ ગુજરાતમાં હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી બે દિવસમાં રાજ્યમાં કચ્છ સહિતના શહેરો-નગરોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજસ્થાનમાં સર્જાયેલા ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણએ કચ્છમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે.

આ પણ વાંચોઃ સાચવજોઃ હજી બે દિવસ પડશે કડકડતી ઠંડી

પતંગરસિયાઓ માટે સારા સમાચાર

તો સાથે જ હવામાન વિભાગે પતંગબાજો માટે સારા સમાચાર આપ્યા છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં પ્રતિ કલાક 20-25 કિલોમટીરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ઉત્તરાયણમાં સામાન્ય રીતે હવા ન રહેતી હોવાથી પતંગરસિયાઓ નિરાશ થાય છે. જો કે આ વખતે હવામાન વિભાગની આગાહીથી પતંગરસિયાઓ ઉત્સાહમાં છે.

 

gujarat news