ઉપરવાસમાં વરસાદથી વધી નર્મદાની સપાટી, 119. 85 મીટર પર પહોંચી

01 July, 2019 01:07 PM IST  |  નર્મદા

ઉપરવાસમાં વરસાદથી વધી નર્મદાની સપાટી, 119. 85 મીટર પર પહોંચી

સરદાર સરોવર ડેમની સપાટી વધી(ફાઈલ તસવીર)

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની જળ સપાટીમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસાદના કારણે નર્મદામાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે આસપાસના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ છે.

નર્મદા ડેમની જળસપાટી હાલ 119.85 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદના કારણે 13, 278 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે મુખ્ય કેનાલમાંથી હાલ 2863 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ હાલ તેની સપાટીની ક્ષમતા સામે 51.76 ટકા ભરેલો છે.

જળાશયોમાં આવ્યા નવા નીર
રાજ્યમાં વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 39.26 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. તેમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્ય અન્ય 204 જળાશયો પૈકીના એક જળાશયને અલર્ટ પર અને એક એક જળાશયને વૉર્નિંગ પર મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, જુઓ મેઘરાજાએ સર્જેલી મુશ્કેલીની તસવીરો

હજુ ત્રણ દિવસ વરસાદ પડશે
રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ 15 ટકા વરસાદ પડ્યો છે.

gujarat gandhinagar