જુઓ આ સ્થિતિ કરી છે મેઘરાજાએ વલસાડની. ઘરમાં પાણી ભરાવા લાગ્યા છે.
વલસાડની શેરીઓમાં કમરથી ઉપર સુધીના પાણી ભરાયા છે.
વલસાડ રેલવે સ્ટેશનના કાંઈ આવા હાલ છે. રેલવે ટ્રેક દેખાતા જ નથી.
વાપીમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે.
વાપીમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા આવા દ્રશ્યો સામે આવ્યા.
ધોધમાર વરસાદના કારણએ વાપીના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.
આ દ્રશ્યો કેટલો વરસાદ પડ્યો તેની ગવાહી આપવા માટે પુરતા છે.
વરસાદના કારણે અરવલ્લીની બજારોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા.
વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા.
જુઓ અરવલ્લીની આ સ્થિતિ કરી છે વરસાદે.
શહેરના મુખ્ય માર્ગોની સ્થિતિ આવી છે.
સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર ઈનિંગનો આરંભ કર્યો છે. મેઘો અનરાધાર વરસતા ચારે તરફ પાણી-પાણી થઈ ગયું છે.