વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી

14 June, 2019 03:35 PM IST  | 

વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી

વાયુ વાવાઝોડાથી નિરાંતની શ્વાસ લેતા વિજય રુપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વાયુ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી. વાવાઝોડાના પ્રકોપથી હવે ગુજરાત સુરક્ષિત છે. સરકારે એવા 10 વિસ્તારમાં સ્થિતિને પહોચી વળવા માટે બધા વરિષ્ઠ નેતાઓ સાથે મિટિંગ કરી હતી જેને વાવાઝોડાની અસર થવાની સંભાવના હતી. વરિષ્ઠ નેતાઓ સાથે મળીને વિજય રુપાણીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસર છેલ્લા 24 કલાકમાં રાજ્યભરના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આ સિવાય પૂરઝડપે પવન ફૂંકાયા હતા અને 108 જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. બુધવાર મોડી રાત્રે હવામાન વિભાગ અને સ્કાયમેટે વાયુ વાવાઝોડુ ફંટાવાની માહિતી આપી હતી જેના કારણે ગુજરાત સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં વાયુની અસર જોવા મળી હતી.

વાયુ વાવાઝોડાના કારણે દરિયા કાંઠે 20-25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતાં. ભારે પવનના કારણે ક્યાંક વૃક્ષો તો ક્યાંક દિવાલો ધરાશાઈ થવાના કિસ્સા સામે આવ્યા હતા જો કે, સાવચેતી પગલા પહેલાથી જ લેવાતા કોઈ પણ જાનહાનિ વાયુ વાવાઝોડાના કારણે થઈ હતી નહી અને આર્થિક રીતે પણ મોટા નુકસાનથી બચી શકાયું હતું.

વાયુ વાવાઝોડાના ફંટાવાના કારણે મોટુ નુકસાન થતા બચી શકાયું તેમ કહી શકાય. ગુજરાત સરકાર દ્રારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે બધી જ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસાશન દ્વારા 3,00,000 કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે NDRFની 40 જેટલી ટીમો ખડપગે હતી. આ સિવાય ગુજરાતના બધા જ કાંઠા ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા જો કે રાહતની વાત એ છે કે, વાયુ વાવાઝોડુ ગુજરાતના કાંઠે ટકરાયું નહી જેના કારણે મોટી હોનારત ટળી હતી.

gujarat gujarati mid-day