વાયુની અસર, દીવના દરિયામાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, જુઓ વીડિયો

13 June, 2019 05:39 PM IST  |  દીવ

વાયુની અસર, દીવના દરિયામાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, જુઓ વીડિયો

Image Courtesy : PTI

વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કિનારેથી દૂર જઈ રહ્યું છે. ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઓછો થઈ રહ્યો છે. જો કે વાયુની અસર ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં હજી વર્તાઈ રહી છે. દરિયાકાંઠા નજીક આવેલા વિસ્તારોમાં હજીય ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક વરસાદ ખાબકી રહ્યો છે. તો દીવનો દરિયો હજીય તોફાની સ્વરૂપ બતાવી રહ્યો છે.

દીવના દરિયામાં હજીય વાવાઝોડાના કારણે કરંટ વર્તાઈ રહ્યો છે. દીવનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ધસમસતા મોજા અને મોજાનો આક્રમક અવાજ ભયાવહ માહોલ પેદા કરી રહ્યા છે. દરિયાના મોજાનું જોર એટલું જબરજસ્ત છે કે દીવના દરિયાકિનારે 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

જુઓ વીડિયો


દીવના દરિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં દરિયાનું પ્રચંડ સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જોતા જ બીક લાગે તેવો માહોલ દીવના દરિયાકિનારે સર્જાયો છે. દરિયાના ધસમસતા આવતા પ્રચંડ મોજા જાણે ચોપાટી તોડવા મથતા હોય તેમ દીવાલ સાથે અથડાઈ રહ્યા છે. દીવાલ સાથે અથડાઈને દરિયાના મોજા 15-15 ફૂટ ઉંચા ઉછળી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં દરિયાનું પાણી પણ અંદર ઘૂસી રહ્યું છે. બુધવારે પોરબંદરમાં પણ આવો માહોલ સર્જાયો હતો. પોરબંદરમાં પણ દરિયાના મોજા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ થયો હતો. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર જવાથી લોકોના શ્વાસ થોડા હેઠા બેઠા છે.

gujarat news