વાયુ પાછું આવે છે, આ દિવસે કચ્છના દરિયાકિનારે ટકરાશે

16 June, 2019 06:54 PM IST  |  અમદાવાદ

વાયુ પાછું આવે છે, આ દિવસે કચ્છના દરિયાકિનારે ટકરાશે

વાયુ વાવાઝોડું ગુજરાતનો પીછો નથી છોડી રહ્યું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી વાયુ વાવાઝોડું દૂર નીકળી ગયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં ફરી એકવાર વાયુ યુટર્ન લઈને કચ્છ તરફ આવે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે પછી ફરીથી વાવાઝોડું ઓમાન તરફ જતું રહ્યું હોવાની જાહેરાત થઈ. અને હવે ફરી વાયુ વાવાઝોડું પાછું ફરી રહ્યું છે.

વાયુનો યુ ટર્ન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયું વાવાઝોડું હવે દરિયામાં સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મમાંથી સાઈક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અને 17 જૂને મધરાતે કચ્છના દરિયકિનારે આ વાવાઝોડું પહોંચી શકે છે. હવામાન વિભાગ પ્રમામે આગામી 12 કલાકમાં આ વાવાઝોડું ડીપ ડિપ્રેસનમાં ફેરવાશે. હાલ વાયું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં દરિયામાં 440 કિલોમીટર દૂર છે. તો વાવાઝોડું ભૂજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

17મીએ મધરાતે ટકરાઈ શકે છે.

હાલ વાયુ વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ ખતરો હજીય ટળ્યો નથી. કચ્છના દરિયાકાંટે આ વાવાઝોડું આગામી લાકોમાં ત્રાટકી શકે છે. જેને કારણે ફરી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો વાયુની અસર વર્તાશે. હવે કચ્છના દરિયાકાંઠે મોજા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. સાવચેતીના ભાગ રૂપે કચ્છના કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે.

તંત્ર ફરી એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. તો કંડલા પોર્ટ તંત્ર પણ એલર્ટ મોડમાં છે. સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવમાન વિભાગના નિર્દેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જેટીઓ પર જહાજનું બર્થીંગ પણ કરવામાં આવ્યું છે.

gujarat kutch news