Video: વેરાવળમાં ધૂળનું સામ્રાજ્ય, દીવમાં દરિયો ગાંડોતૂર

12 June, 2019 04:03 PM IST  |  રાજકોટ

Video: વેરાવળમાં ધૂળનું સામ્રાજ્ય, દીવમાં દરિયો ગાંડોતૂર

વાયુ વાવાઝોડું ગુજરાતથી માત્ર 300 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થવાનું છે, ત્યારે અહીં વાવાઝોડા પહેલાની સૌથી મોટી અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ 48 કલાક સુધી તરાજી સર્જી શકે છે. અને 48 કલાક સુધી વિનાશ વરસાવ્યા બાદ વાવાઝોડું દ્વારકાના દરિયામાં સમાય તેવી શક્યતા છે.

વેરાવળ અને દીવમાં વિનાશક માહોલ સર્જાઈ રહ્યો છે. વાવાઝોડું આવતા પહેલા જાણે પૂર ઝડપે ફૂંકાતો પવન તેનો આક્રમક અંદાજ બતાવી રહ્યો છે. ખાસ કરીને દીવ અને વેરાવળમાં માહોલ ભયજનક બની રહ્યો છે. વેરાવળમાં ધૂળની આંધી ઉડી રહી છે. અને વરસાદ પણ વરસી રહ્યો છે.

જુઓ વીડિયો

તો દીવનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. જેમ જેમ ચક્રવાત નજીક આવી રહ્યું છે તેમ તેમ દીવના દરિયામાં કરંટ પણ વધી રહ્યો છે. દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવના દરિયાકિનારે 5થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

જુઓ વીડિયો

દીવમાં કેટલીક જગ્યાએ દરિયાના મોટા કિનારાની અંદર ઘૂસી રહ્યા છે. દરિયાકિનારાના વિસ્તારમાં મોજા કેટલાક મીટર અંદર ઘૂસીને તારાજી સર્જી રહ્યા છે. દીવમાં દરિયાના મોજાનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે.

દ્વારકાના દરિયામાં સમાશે વાવાઝોડું

વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં વેરાવળથી ગુજરાતના દરિયાકાંઠા તરફ વધી રહ્યું છે. વાયુ 13મીએ સવારે 5 વાગ્યાની આસપાસ દીવ, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, ઉના, તલાલા જેવા વિસ્તારો પર ત્રાટકશે. આ સિવાય માંગરોળ, માળિયા જેવા વિસ્તારોમાં પણ વાયુ ત્રાટકશે.

આ પણ વાંચોઃ વાયુ ચક્રવાતને કારણે સોમનાથ મંદિરમાં આવો છે માહોલ, જુઓ વીડિયો

દીવના દરિયામાં કરંટ

આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે.

gujarat saurashtra news