વાયુ વાવાઝોડાનો યુ-ટર્ન, કંડલામાં ઉડી ધૂળની ડમરીઓ

15 June, 2019 06:07 PM IST  | 

વાયુ વાવાઝોડાનો યુ-ટર્ન, કંડલામાં ઉડી ધૂળની ડમરીઓ

વાયુ વાવાઝોડાના યુ-ટર્નના કારણે ફરી એકવાર કચ્છ પર અસર જોવા મળી હતી. કંડલાના પોર્ટ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. વાયુ વાવાઝોડાનું સંકળ ટળતા ગુજરાત પ્રસાશન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ફરી એકવાર વાયુ વાવાઝોડુ કચ્છના દરિયા કાંઠે ટકરાશે તેવુ માનવામાં આવી રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડુ કચ્છના દરિયા કિનારે થી 200 કિલોમીટરના અંતરે છે અને 3 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડુ નજીક આવતા તેની અસર કચ્છના કંડલા પોર્ટ પર વર્તાઈ રહી છે. કંડલા પોર્ટના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને પોર્ટ પર ધૂળિયૂ વાતાવરણ સર્જાયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ વાડીનાર અને કચ્છ તરફ ધીમી ગતિએ આગળ વધશે અને 17 જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. જ્યારે વાયુ જમીન પર આવશે ત્યારે 50 થી 70 કિમીની ઝડપે પવન ફુંકાવાની અને અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને પણ થશે. આગામી ચાર દિવસ સુધી અહીં સતત વરસાદ પડતો રહેશે.

આ પણ વાંચો: આનંદ કુમારની 'સુપર 30'ના 18 વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડમાં મળી સફળતા

ઉલ્લેખનીય છે કે, પહેલા વાયુ વાવાઝોડુ વેરાવળના દરિયા કિનારે ત્રાટકવાનું હતું જેના કારણે પ્રસાશન દ્વારા સાવચેતીના પગલા લેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને NDRFની ટીમો પણ સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા હતા. વેરાવળના દરિયા કિનારાથી 280 કિલોમીટર દૂર વાયુ વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકળ ટળ્યું હતું. જો કે ફરી એકવાર ગુજરાત માટે વાયુ વાવાઝોડુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

gujarat kutch gujarati mid-day